દેશની 10 સૌથી બકવાસ ફિલ્મો, જોયા પછી મગજ ચકરાવે ચડી જશે, મન થશે કે ટીવી ફોડી નાખું

Sun, 25 Aug 2024-6:47 pm,

ઓટીટીના જમાનામાં આપણે ઘણી એવી વસ્તુ જોઈ લઈએ જેને જોયા બાદ અફસોસ થાય છે. મગજનું દહી થઈ જાય છે અને મન કરે છે કે ટીવી ફોડી દઈએ. અમે તમને બોલીવુડની ટોપ-10 બકવાસ ફિલ્મ વિશે જણાવી રહ્યાં છીએ, જેને ભૂલમાં પણ જોવાનો પ્રયાસ ન કરતા.

કમાલ આર ખાનની આ ફિલ્મને લિસ્ટમાં નંબર 1 પર રાખવામાં આવી છે. આઈએમડીબીના લિસ્ટમાં તેને 1.2 રેટિંગ મળ્યું છે. ફિલ્મને જગદીશ એ શર્માએ ડાયરેક્ટ કરી હતી, જે વર્ષ 2008માં રિલીઝ થઈ હતી.

 

આમ તો તમે અજય દેવગનની દ્રશ્યમ અને ગોલમાલ જેવી ફિલ્મો જોઈ હશે અને તેના મોટા ફેન હશો. પરંતુ ભૂલમાં પણ આ ફિલ્મ ન જોતા. કારણ કે IMDb એ તેને 1.7 રેટિંગની સાથે બીજી સૌથી બકવાસ ફિલ્મનો દરજ્જો આપ્યો છે.

સાજિદ ખાનના કરિયરની સૌથી મહાફ્લોપ ફિલ્મ માનવામાં આવે છે. તેમાં રામ કપૂર, સેફ અલી ખાન અને રિતેશ દેશમુખ હતા. આ એક કોમેડી ફિલ્મ હતી, જે વર્ષ 2014માં રિલીઝ થઈ હતી. જેને IMDb પર 1.7 રેટિંગ મળ્યું હતું.

વર્ષ 2002માં આવેલી ફિલ્મને IMDb પર 2.7 રેટિંગ મળ્યું હતું. આ ફિલ્મ રાજકુમાર કોહલીએ બનાવી હતી, જેમાં સની દેઓલ, અરમાન કોહલી અને મનીષા કોઇરાલા હતા.

હિમેશ રેશમિયા સતીશ કૌશિક દ્વારા નિર્દેશિત કર્ઝમાં હતો. IMDbએ આ ફિલ્મને 2.3નું રેટિંગ આપ્યું છે. આ ફિલ્મ વર્ષ 2008માં આવી હતી. તે બોક્સ ઓફિસ પર પણ મહા ફ્લોપ રહી હતી.

 

વર્ષ 2010માં રિલીઝ થયેલી ફિલ્મ 2 કલાક 15 મિનિટની હતી. તેને 15 મિનિટ સહન કરવી પણ મોટી વાત હશે. IMDb એ તેને 2.7 રેટિંગ આપ્યું હતું. ફિલ્મને ફરાહ ખાને ડાયરેક્ટ કરી હતી. તેમાં અક્ષય કુમાર, કેટરીના કેફ અને અક્ષય ખન્ના હતા.

પ્રશાંત ચઢ્ઢા દ્વારા નિર્દેશિત જોય નામની આ ફિલ્મ વર્ષ 2007માં રિલીઝ થઈ હતી જેમાં હંસિકા મોટવાણી, હિમેશ રેશમિયા અને મલ્લિકા શેરાવત મુખ્ય ભૂમિકામાં હતા. IMDb એ તેને 2.4 રેટિંગ આપ્યું છે.

રામ ગોપાલ વર્મા દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ સુપરસ્ટાર્સથી ભરેલી હતી. જેમાં અમિતાભ બચ્ચન, મોહનલાલ અને અજય દેવગન લીડ રોલમાં હતા. તેને IMDb પર 1.4 રેટિંગ મળ્યું છે.

 

વર્ષ 2011માં આવેલી અજય દેવગન, સંજય દત્ત અને કંગના રનૌતની ફિલ્મ હતી, જેને ડેવિડ ધવને બનાવી હતી. ફિલ્મને  IMDb 3.0 રેટિંગ આપ્યું હતું.

3.9 રેટિંગની સાથે સલમાન ખાનની ફિલ્મ ટ્યુબલાઇટ પણ આ લિસ્ટમાં છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર પણ સુપર ફ્લોપ સાબિત થઈ હતી, જેને કબીર ખાને ડાયરેક્ટ કરી હતી.

 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link