Exchange Torn Currency Notes: ATM માંથી જો ફાટેલી નોટ નીકળે તો શું કરવું?...RBI નો નિયમ ખાસ જાણો

Thu, 14 Oct 2021-3:01 pm,

આરબીઆઈના નિયમ મુજબ ફાટેલી-જૂની કે ચિપકાવેલી નોટોને તમે બેંકમાં જઈને સરળતાથી બદલાવી શકો છો. નિયમ કહે છે કે બેંક તે નોટો લેવાની ના પાડી શકે નહીં. બસ આવી નોટ નકલી ન હોવી જોઈએ. જો કોઈ બેંક ફાટેલી કે કપાયેલી નોટ લેવાની ના પાડે તો તમે આરબીઆઈમાં ફરિયાદ કરી શકો છો. ત્યારબાદ તે બેંક પર કાર્યવાહી થઈ શકે છે. 

આરબીઆઈનો નિયમ કહે છે કે જો નોટ અનેક ટુકડામાં ફાટેલી હોય તો પણ તે ચલાવી શકાય છે. જો ફાટેલી નોટનો એક હિસ્સો ગાયબ હોય તો પણ તે બદલી શકાય છે. સામાન્ય ફાટેલી નોટોને કોઈ પણ બેંકની શાખાના કાઉન્ટર પર કે ભારતીય રિઝર્વ બેંકના કોઈ કાર્યાલયમાં જઈને બદલી શકાય છે. આ માટે તમારે કોઈ ફોર્મ ભરવાની જરૂર પડતી નથી.   

જો સામાન્ય કપાયેલી કે ફાટેલી નોટ હશે તો પૂરા પૈસા મળી જશે. જો નોટ વધુ ફાટેલી હશે તો તમને તેના બદલે નોટની વેલ્યૂનો ગણતરીનો ભાગ જ પાછળ મળી શકશે. 

ભારતીય રિઝર્વ  બેંકના નિયમો મુજબ 1 રૂપિયાથી લઈને 20  રૂપિયા સુધીની નોટમાં અડધી રકમ આપવાની જોગવાઈ નથી. આ ચલણી નોટોની બદલીમાં પૂરી રકમનું પેમેન્ટ કરાય છે. જ્યારે 50 રૂપિયાથી લઈને 2000 રૂપિયાના નોટમાં અડધી રકમ આપવાની જોગવાઈ છે.   

આરબીઆઈના નિયમો મુજબ ખરાબ રીતે બળેલી, ટુકડે ટુકડે થવાની સ્થિતિમાં નોટોને બદલી શકાય નહીં. આ પ્રકારની નોટોને RBI ની ઈશ્યુ ઓફિસમાં જ જમા કરાવી શકાય છે. આ પ્રકારની નોટોથી તમે તમારા બિલ કે ટેક્સની ચૂકવણી બેંકમાં જ કરી શકો છો. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link