અમદાવાદના આંગણે પ્રમુખ સ્વામીનો રૂડો અવસર, PMના હસ્તે શતાબ્દી મહોત્સવનું ઉદ્ઘાટન સાથે નગરીનું લોકાર્પણ, જુઓ Photos
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજના હસ્તે પ્રમુખસ્વામી મહારાજ જન્મ શતાબ્દી મહોત્સવનું ઉદઘાટન કરાયું છે. પીએમ મોદી અને મહંતસ્વામીની નિશ્રામાં શાસ્ત્રોક્ત વિધિ દ્વાર પૂજાપાઠ અને વિધિ દ્વારા મહોત્સવની શરૂઆત કરી છે. પૂજ્ય મહંતસ્વામી મહારાજ સહિતના સંતો અને રાજ્યપાલ તેમજ મુખ્યમંત્રી સહિતના મંત્રીઓ પણ હાજર રહ્યા હતાં.
PM મોદી પ્રમુખનગરીની પરિક્રમા કરી રહ્યાં છે. આ નગરીમાં અદભૂત ઝાંખીઓ ઉભી કરાઈ છે જ્યાં આઝાદીના અમૃત મહોત્સવના ટેબ્લોએ આકર્ષણ જમાવ્યું છે. પ્રમુખ સ્વામી નગર અનેકવિધ કલાકૃતિઓ અને વિશિષ્ટ લાઈટિંગથી શોભી રહ્યો છે. આ નગરમાં સ્વતંત્ર સેનાનીઓની પ્રતિકૃતિ PM મોદીએ નીહાળી છે.
PM મોદીએ પ્રમુખ સ્વામી વંદના પરિસરની પરિક્રમા કરી અને તેમણ વિવિધ પ્રતિકૃતિઓ નીહાળી છે. પ્રમુખ સ્વામી મહારાજની દિન ચર્યા વિશેની ઝાંખીનો તેમણે પરિચય મેળવ્યો. તેમજ પ્રમુખ સ્વામી નગરમાં તૈયાર કરાયેલા જ્યોતિ ઉદ્યાન જેવા વિવિધ પ્રતિકૃતિઓ નીહાળી છે.
શ્રીમદ્ આદિ શંકરાચાર્ય, શ્રીમદ્ વલ્લભાચાર્ય, શ્રીમદ્ રામાનુજાચાર્ય, તુલસીદાસજી, નરસિંહ મહેતા, મીરાંબાઈ તેમજ ભગવાન બુદ્ધ અને શ્રી મહાવીર જેવા મહાન અવતારી પુરુષો અને સંતોની 28 જેટલી પ્રતિકૃતિ PM મોદી નીહાળી છે.