IND vs AUS: જુઓ, ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 બેસ્ટ બોલિંગ પ્રદર્શન

Wed, 05 Dec 2018-1:36 pm,

કપિલ દેવ આજે પણ ઘણા લોકોની નજરમાં ભારતનો સર્વશ્રેષ્ઠ ફાસ્ટ બોલર રહ્યો છે. કેપ્ટન કપિલ દેવે ડિસેમ્બર 1985મા એડીલેડની વિકેટ પર દમદાર પ્રદર્શન કર્યું હતું. તેણે ઈનિંગમાં 8 વિકેટ ઝડપી હતી. તેન બીજી વિકેટ મહત્વની હતી. તેનો અંદર આવતો બોલ ઓસ્ટ્રેલિયન કેપ્ટન એલન બોર્ડરના બેટથી ટકરાઇને વિકેટમાં લાગ્યો હતો. બોર્ડરે 49 રન બનાવ્યા હતા. 

ડેવિડ બૂને 123 રન બનાવ્યા અને તે પણ કપિલની ઇનસ્વિંગરનો શિકાર બન્યો હતો. કપિલે 99 રન આપીને 3 વિકેટ ઝડપી હતી પરંતુ ત્યારબાદ તેણે પાંચ વિકેટ માત્ર સાત રન આપીને ઝડપી હતી. ભારત તરફથી સુનીલ ગાવસ્કરે અણનમ 166 રન બનાવ્યા અને મેચ ડ્રો રહ્યો હતો. 

ઓસ્ટ્રેલિયામાં સિડનીની વિકેટ સ્પિનર્સ માટે સૌથી સારી માનવામાં આવે છે. જ્યારે કોઈ બોલરની પાસે 705 રનનું બેકઅપ હોય તો તેનો આત્મવિશ્વાસ સાતમા આસમાન પર હોય છે. સ્ટીવ વોના અંતિમ ટેસ્ટ મેચ જાન્યુઆરી 2004માં અજીત અગરકર અને ઇરફાન પઠાણે ભારતીય ટીમને શરૂઆતી વિકેટ ન અપાવી. જસ્ટિન લેંગર અને મૈથ્યૂ હેડનની જોડીએ પ્રથમ વિકેટ માટે 100 રનની ભાગીદારી પૂરી કરી હતી.  સૌરવ ગાંગુલીએ આ તક અનિલ કુંબલેને બોલિંગ માટે બોલાવ્યો. કુંબલેએ પહેલા હેડન (67)ને આઉટ કર્યો ત્યારબાદ લેંગર (117), રિકી પોન્ટિંગ (25) અને ડેમિયન માર્ટિન (7)ને જલ્દી પેવેલિયન પરત મોકલી આપ્યા હતા. સાઇમને કેટિચે 125 રન બનાવ્યા અને અંતિમ કુંબલેએ તેનો શિકાર કર્યો હતો. કુંબલેએ 141 રન આપીને 8 વિકેટ ઝડપી હતી.   

આ પ્રવાસનો પાંચમો અને અંતિમ ટેસ્ટ મેચ હતો. ભારતીય ટીમ આ પ્રવાસમાં એકપણ મેચ જીતી ન હતી. વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા ક્રિકેટ એસોસિએશન (વાકા)ની ઝડપી વિકેટ પર ભારતીય ટીમને કોઈ રાહત મળવાની નહતી. માઇક વિટનીએ પ્રથમ ઈનિંગમાં 68 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. આ ઈનિંગમાં માત્ર સચિન તેંડુલકર 114 રન ફટકાર્યા હતા. 

બીજી ઈનિંગમાં 442 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ ફરી એકવાર વિટનીનો શિકાર બની હતી. તેણે 27 રન આપીને 7 ભારતીય બેટ્સમેનોને પેવેલિયન પરત મોકલી આપ્યા હતા. યજમાન ટીમે આ મેચ 300 રનથી જીતી. સિરીઝ 4-0થી ઓસ્ટ્રેલિયાના નામે રહી હતી.   

મેલબોર્ની ઘાસ ભરેલી પિચ પર ભારતીય ટીમે 25 રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી અને આ તમામ વિકેટ ન્યૂ બોલ બોલર ગ્રાહમ મૈકેંજીએ લીધી હતી. પરંતુ તે સમયે કેપ્ટન મંસૂર અલી ખાન પટૌડીની સાહસ ભરી ઈનિંગે ભારતને રાહત આપી હતી. ઈજાનો સામનો કરી રહેલા પટૌડીએ રનની સહાયતાથી 75 રન બનાવ્યા હતા. આ વચ્ચે મૈકેંજીએ વધુ બે વિકેટ ઝડપીને ભારતને 173મા ઓલઆઉટ કરી દીધું હતું. 

મૈકંજીએ બીજી ઈનિંગમાં ત્રણ વિકેટ ઝડપી અને પટૌડીએ 85 રન બનાવ્યા હતા. ભારતને આ મેચમાં ઈનિંગ અને ચાર રનથી હાર મળી હતી. ચાર મેચની સિરીઝ ટીમ ઈન્ડિયા 0-2થી હારી ગઈ હતી. 

તે સમયે ઓસ્ટ્રેલિયન ટીમમાં ઘણા સિતારા હતા. તે ટીમમાં સર્વકાલિન મહાન બેટ્સમેન સર ડોન બ્રેડમેન પણ સામેલ હતી. સિડની બર્નંસ તેના સ્ટાર ઓપનર હતા. આ સિવાય રેમંડ અથવા રે લિન્ડવૈલ પણ હતા. લિન્ડવૈલ રગ્બી રમતા હતા પરંતુ બીજા વિશ્વયુદ્ધ બાદ તેમણે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું. 1948ના પોતાના પ્રથમ ઓસ્ટ્રેલિયન પ્રવાસ પર એડીલેડમાં ટીમ ઈન્ડિયાએ લિન્ડવૈલનો સામનો કરવો પડ્યો હતો. તેણે ફોલોઓનનો સામનો કરી રહેલી ભારતીય ઈનિંગની સાત વિકેટ ઝડપી હતી. તેમણે લાલા અમરનાથને પ્રથમ બોલ પર શૂન્ય પર આઉટ કર્યા હતા. ભારત તરફથી માત્ર વિજય હજારે (116 અને 145) જ ટકી શક્યા હતા. તેમણે બંન્ને ઈનિંગમાં સદી ફટકારી હતી. ભારત મેચ ઈનિંગ અને 16 રનથી હારી ગયું હતું. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link