IND vs BAN : વિરાટ કોહલીની 70મી સદી, જાણો કેટલા રેકોર્ડ બન્યા અને કેટલા તુટ્યા
વિરાટ કોહલીએ પોતાની શાનદાર ઈનિંગ્સને સદીમાં ફેરવી નાખી છે. તેણે તૈજુલ ઈસ્લામના બોલ પર બે રન લઈને પોતાની સદી પુરી કરી છે. આ તેમની 27મી ટેસ્ટ સદી છે. વિરાટ કોહલી બાંગ્લાદેશ સામેની મેચમાં ખાતું ખોલાવ્યા વગર આઉટ થઈ ગયો હતો. તેણે 159 બોલમાં સદી ફટકારી હતી, જેમાં 12 ચોગ્ગાનો સમાેવશ થાય છે. કેપ્ટન તરીકે વિરાટની આ 20મી સદી છે.
ટેસ્ટઃ લાલા અમરનાથ (1933/34) ડે-નાઈટ ટેસ્ટઃ વિરાટ કોહલી (2019/20) વન ડેઃ કપિલ દેવ (1983) ડે-નાઈટ વન ડેઃ સંજય માંજરેકર(1991) ટી-20 ઈન્ટરનેશનલઃ સુરેશ રૈના (2010) નાઈટ ટી-20 : રોહિત શર્મા (2015)
કેપ્ટન તરીકે વિરાટ કોહલીએ 20 સદી ફટકારી છે. ઓસ્ટ્રેલિયાના રિકી પોન્ટિંગે 19 ટેસ્ટ સદી ફટકારી છે. આ રીતે વિરાટે પોન્ટિંગનો રેકોર્ડ તોડ્યો છે. જોકે, કેપ્ટન તરીકે સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ગ્રીમ સ્મિથ (25 સદી)ના નામે છે.
કેપ્ટન તરીકે સૌથી વધુ સદી ફટકારવામાં દક્ષિણ આફ્રિકાનો ગ્રીમ સ્મિથ 25 સદી સાથે ટોચના સ્થાને છે. કેપ્ટન તરીકે 20મી સદી ફટકારીને વિરાટ કોહલીએ રિકી પોન્ટિંગનું બીજું સ્થાન આંચકી લીધું છે. 25 સદીઃ ગ્રીમ સ્મિથ(દક્ષિણ આફ્રિકા) 20 સદીઃ વિરાટ કોહલી (ભારત) 19 સદીઃ રિકી પોન્ટિંગ (ઓસ્ટ્રેલિયા) 15 સદીઃ એલન બોર્ડર/ સ્ટીવ વો/ સ્ટીવ સ્મિથ (ઓસ્ટ્રેલિયા)
ઈન્ટરનેશનલ ક્રિકેટમાં માત્ર 8 ખેલાડી જ 50થી વધુ સદી ફટકારી ચુક્યા છે. 100 સદી સાથે સચિન તેંડુલકર પ્રથમ સ્થાને છે. ત્યાર પછી પોન્ટિંગ અને કોહલી અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને છે. 1. સચિન તેંડુલકર (100) , 2. રિકી પોન્ટિંગ (71) 3. વિરાટ કોહલી (70) 4. કુમાર સંગકારા (63) 5. જેક કેલિસ (62) 6. હાશિમ અમલા (55) 7. મહિલા જયવર્ધને (54) 8. બ્રાયન લારા (53)
વિરાટ કોહલી કેપ્ટન તરીકે સૌથી વધુ સદી બનાવવા બાબતે પણ સંયુક્ત રીતે નંબર-1 પર આવી ગયો છે. કેપ્ટન તરીકે તેની આ 41મી સદી છે. ઓસ્ટ્રેલિયાની રિકી પોન્ટિંગ પણ કેપ્ટન તરીકે આટલી સદી લગાવી ચૂક્યો છે. દક્ષિણ આફ્રિકાનો ગ્રીમ સ્મિથ (33) આ બાબતે ત્રીજા નંબરે છે.
વિરાટ કોહલી હવે ક્રિકેટમાં સૌથી વધુ સદી બનાવવા બાબતે સ્ટીવન સ્મિથ અને ગેરી સોબર્સથી પણ આગળ નિકળી ગયો છે. આ બંનેએ 26-26 ટેસ્ટ સદી ફટકારી હતી. વિરાટ હવે 27 ટેસ્ટ સદી સાથે એલન બોર્ડર અને ગ્રીમ સ્મિથને સમાંતર આવી ગયો છે.