શું ટ્રેન ચૂકી જાઓ તો ભારતીય રેલવે ટિકિટના પૈસા કરે પરત? જાણો
જો તમારી ટ્રેન છૂટી જાય છે તો તમારે ટિકિટના પૈસા પરત મેળવવા માટે ટ્રેન છૂટવાની એક કલાકની અંદર TDR ફાઈલ કરવાનું હોય છે.
TDR રેલવે તરફથી યાત્રીકોને આપવામાં આવેલી એક સુવિધા છે. જેના દ્વારા યાત્રી પોતાની ટિકિટના પૈસા પરત લઈ શકે છે. તેનું ફુલ ફોર્મ ટિકિટ ડિપોઝિટ રિસિટ હોય છે.
TDR ફાઈલ કર્યાના 60 દિવસની અંદર તમને ટિકિટના પૈસા પરત મળશે.
યાત્રી માત્ર કન્ફર્મ ટિકિટ પર TDR ફાઈલ કરી શકે છે. TDR ફાઈલ કરતા પહેલા નિયમો અને શરતો વાંચી લો
ટ્રેન છોડ્યા પછી, તમારી પાસે બીજો વિકલ્પ છે કે તમે તમારા સ્ટેશનથી આગળના બે સ્ટેશનો પર જઈ શકો છો અને ટ્રેન પકડી શકો છો.