IPL 2021: પોતાના દમ પર આખી મેચ બદલી નાખનાર દમદાર બેટ્સમેનોની કહાની
આ વર્ષ 2008નો પ્રથમ મુકાબલો હતો જ્યારે બ્રૈંડન મૈકલમે RCB સામે 73 બોલમાં 158 રન ફટકાર્યા હતા. બ્રૈંડન મૈકલમે 13 છક્કા અને 10 ચોક્કા ફટકાર્યા હતા. કોલકાતાની ટીમે આ મેચમાં 20 ઓવરમાં 222 રન બનાવ્યા હતા.
IPLમાં સૌથી વધુ ફટાકરવા વાળા બેટ્સમેનમાં કે. એલ. રાહુલ ચોથા નંબર પર આવે છે. પંજાબ કિંગ્સ ટીમમાંથી કે. એલ. રાહુલે રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે 132 રન ફટકાર્યા હતા. કે. એલ. રાહુલે 14 ચોક્કા અને સાત છક્કા ફટકાર્યા હતા.પંજાબની ટીમે 20 ઓવરમાં 3 વિકેટ પર 206 રન ફટકાર્યા હતા. પંજાબે 97 રનથી મેચ જીતી હતી. બેંગલોરની ટીમ 109 રન પર થઈ હતી ઓલઆઉટ.
IPLમાં ક્રિસ ગેલનું નામ સૌથી ઉપર છે. IPLમાં સૌથી વધુ રન બનાવનાર ક્રિસ ગેલ છે. 2013માં RCBથી પુણે વોરિયર્સ સામે 66 બોલમાં 175 રન ફટકાર્યા હતા. RCBએ 20 ઓવરમાં 5 વિકેટ પર 263 રન ફટકાર્યા હતા. જેની સામે પુણે વોરિયર્સે 20 ઓવરમાં 9 વિકેટ પર 133 રન ફટકાર્યા હતા.
એ. બી. ડિવિલિયર્સ 133* ટોપ 5ની લિસ્ટમાં એકવાર ફરી ABDનું નામ. વર્ષ 2015માં ABDએ 133 રનની જોરદાર ઈનિંગ રમી હતી. ABDએ RCB સાથે રમીને મુંબઈ ઈન્ડિયન્સ સામે 133 રન ફટકાર્યા હતા. ABDએ 19 ચોક્કા અને 4 છક્કા ફટકાર્યા હતા. જ્યરે બેંગ્લોરના કપ્તાન વિરાટ કોહલીએ 82 રન ફટકાર્યા હતા. રોયલ ચેલેન્જર્સ બેંગલોરે 20 ઓવરમાં 1 વિકેટ સાથે 235 રન ફટકાર્યા હતા અને 39 રનથી મેચ જીતી હતી.
------------------------------
એ. બી. ડિવિલિયર્સ- 129* એ. બી. ડિવિલિયર્સ આ યાદીમાં પાંચમાં સ્થાન પર છે. ડિવિલિયર્સ IPLમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે ગુજરાત લાયન્સ સામે 52 બોલમાં 129 રન્સ ફટકાર્યા હતા. 2016ની આ ઈનિંગ્સમાં ડિવિલિયર્સે 12 છક્કા અને 10 ચોક્કા ફટકાર્યા હતા. RCBએ આ મેચમાં 3 વિકેટ પર 284 રન બનાવ્યા હતા. કોહલીએ આ મેચમાં 55 બોલમાં 109 રન ફટાકાર્યા હતા.