Jai Ho અભિનેત્રી Daisy Shah માલદીવમાં માણી રહી છે વેકેશન, બોલ્ડ લુકમાં સામે આવ્યા Photos
ડેઝી શાહ સતત પોતાના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર ફોટો અને વીડિયો શેર કરી રહી છે. તાજેતરમાં જ અભિનેત્રીએ પોતાના ઇંસ્ટાગ્રામ પરથી કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં ડેઝી શાહ બીચ પર અલગ-અલગ પોઝ આપતી જોવા મળી રહી છે.
તસવીરોમાં જોઇ શકાય છે કે એક્ટ્રેસ બીચ પર બિકિનીમાં કેપ લગાવીને પોઝ આપી રહી છે. ફોટામાં ખાસ વાત એ છે કે અભિનેત્રીનું આખું મોઢું જોવા મળી રહ્યું નથી. તેના લીધે તેમને ઓળખવી મુશ્કેલ છે.
આ ફોટામાં ડેઝી શાહ બ્લેક કલરની લાઇનિંગ બિકિની પહેરેલી જોવા મળી રહી છે. અભિનેત્રીએ આ ફોટાને શેર કરતાં લખ્યું, 'જાદૂ પર વિશ્વાસ રાખો.'
અભિનેત્રી ડેઝી શાહના ફોટા પર ફેન્સ ખૂબ કોમેન્ટ કરી રહ્યા છે અને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.
બીજા ઘણા ફોટામાં ડેઝી શાહ વ્હાઇટ કલરનું આઉટફિટ પહેર્યું છે. તે બોટ હાઉસમાં બેઠેલી છે.
અભિનેત્રીએ આ ફોટાને શેર કરતાં લખ્યું , 'અરાજકતાને બદલે શાંતિ પસંદ કરો.'
આ ઉપરાંત ડેઝીએ સ્વિમ કરતો પણ એક ફોટો શેર કર્યો છે. તે તેમાં ખૂબ બોલ્ડ પોઝ આપી રહી છે.
ડેઝી શાહની વાત કરીએ તો 'જય હો' થી બોલીવુડમાં એન્ટ્રી કરનાર અભિનેત્રી હેટ સ્ટોરી 3 અને રેસ 3માં જોવા મળી હતી. આ ઉપરાંત ડેઝી શાહ પોતાના ડાન્સ માટે પણ જાણિતી છે.