20, 24, 28 દિવસના રિચાર્જની ઝંઝટ ભૂલી જાવો, Jio ના આ કેલેન્ડર પ્લાનમાં મળશે જોરદાર ફાયદા

Sat, 20 Jan 2024-4:26 pm,

જિયો યૂઝર્સ માટે અમે એક ખાસ પ્લાન લઈને આવ્યા છીએ. જો તમે પણ ઓછી વેલિડિટીવાળા પ્લાનથી પરેશાન છો તો આ તમારા માટે કામની વાત છે. 

દેશની સૌથી મોટી દૂરસંચાર સેવા આપતી જિયોએ પોતાના પ્રીપેડ ગ્રાહકો માટે એક કેલેન્ડર મહિનાની વેલિડિટીવાળો પ્લાન રજૂ કર્યો છે.

હવે મહિનામાં ભલે 30 કે 31 દિવસ હોય, તમને મહિનાી વેલિડિટી મળશે. જિયોનો આ પ્લાન 259 રૂપિયાનો છે. જિયો કેલેન્ડર મહિનાની વેલિડિટીવાળી પ્રીપેડ યોજના લોન્ચ કરનાર પ્રથમ કંપની છે. 

જિયોની વેબસાઇટ પર ઉપલબ્ધ જાણકારી પ્રમાણે 259 રૂપિયાના આ પ્લાનમાં દરરોજ 1.5 જીબી ડેટા અને અનલિમિટેડ કોલિંગનો લાભ મળે છે. 

આ કેલેન્ડર પ્લાનમાં તમને મહિનો 30 દિવસ કે 31 દિવસનો હોય એટલી વેલિડિટી મળશે. 

આ રીતે એક વર્ષમાં રિચાર્જની સંખ્યા માત્ર 12 થશે અને યોજના દર મહિનાની તે તારીખે રિપીટ થશે, જે તારીખે તમે પ્રથમવાર રિચાર્જ કરાવ્યું હશે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link