20 નવેમ્બરે ગુરુનો શનિની સ્વરાશિ મકરમાં પ્રવેશ, આ રાશિના જાતકોએ રહેવું પડશે ખુબ સાવધાન
ગોચર સમયે ગુરુ તમારી રાશિના 10માં સ્થાને ગોચર કરશે અને આ 10મું સ્થાન પ્રોફેશન, ફેમ, પૈસા અને તમારી પોઝિશન દર્શાવે છે. ગોચરના પ્રભાવથી તમારે આ ક્ષેત્રોમાં કષ્ટ ઉઠાવવું પડી શકે છે અને પ્રમોશનમાં વિધ્ન આવી શકે છે. હાલ તમારે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે ઓફિસમાં તમારા સિનિયર્સ સાથે કોઈ પણ પ્રકારના વિવાદમાં ન પડો. નહીં તો તે મોટું સ્વરૂપ ધારણ કરી શકે છે. હાલત મારે કોઈને કોઈ પણ મામલે સલાહ સૂચનો આપવાની પણ જરૂર નથી. તમારી વાતોનો લોકો ખોટો અર્થ તારવી શકે છે.
ગોચર સમયે ગુરુ તમારી રાશિના 7માં સ્થાને પ્રવેશ કરશે. 7મું સ્થાન ગૃહસ્થ જીવન, પાર્ટનર, બિઝનેસ,અને પાર્ટનરશીપ માટે કહેવાય છે. ગુરુના ગોચર પ્રભાવથી તે સમયે તમારા દાંપત્ય જીવનમાં કડવાશ આવી શકે છે અને તમારો બિઝનેસ પણ પ્રભાવિત થઈ શકે છે. બિઝનેસ પાર્ટનરને તમારી કોઈ વાતથી સમસ્યા થઈ શકે છે. જે લોકો હજુ અપરણિત છે તેમના વિવાહના યોગ બનતા વાર લાગી શકે છે. બિઝનેસ કરનારાઓને પાર્ટનરનો દગો પણ મળી શકે છે.
ગુરુ તમારી રાશિના ત્રીજા સ્થાનમાં પ્રવેશ કરશે. આ સ્થાન કોમ્યુનિકેશન, ભાઈ બંધુઓ સાથે જોડાયેલું કહેવાય છે. જેના કારણે તમારે મુસાફરી કરવી પડી શકે છે. તમારે થોડું સાહસ દેખાડવું પડે તેવી શક્યતા છે. કોઈ પણ પ્રકારની દસ્તાવેજી કાર્યવાહીમાં તમારે થોડા સાવધાન રહેવાની જરૂર છે. કોઈ મામલે હસ્તાક્ષર કરતા પહેલા તમારે થોડા સાવધાન રહેવાની જરૂર છે. તમારે હાલ ઘણો સંઘર્ષ કરવો પડી શકે છે. જો કે કેટલીક વાતો તમારી અનુકૂળ પણ થઈ શકે છે.
ગુરુ તમારી રાશિના બીજા સ્થાને પ્રવેશ કરશે. આ ભાવ ભાષણ, પરિવાર અને બેન્ક બેલેન્સને દર્શાવે છે. ખાસ ધ્યાન રાખજો કે તમે વાતચીત દરમિયાન આકરા શબ્દોનો ઉપયોગ જરાય ન કરો. હાલ તમારે કોઈ પણ પ્રકારના વિવાદ કે ચર્ચાથી બચવાની જરૂર છે. તમારે રોકાણ મામલે પણ થોડા સાવધ થવાની જરૂર છે. ક્યાંય પણ પૈસા ન લગાવતા.
ગોચર સમયે ગુરુ તમારી રાશિના 11માં સ્થાનમાં પ્રવેશ કરશે. આ ભાવ તમારા મોટા ભાઈ બહેન, મિત્રો અને સંબંધીઓ માટે દર્શાવે છે. ગોચરના પ્રભાવથી તમારા સંબંધોમાં કડવાશ આવી શકે છે. જો તમે આયાત કે નિકાસના વેપાર સાથે સંબંધ ધરાવો છો તો તમને નુકસાન થઈ શકે છે. વેપારીઓને નફોમાં પણ ઘટાડો થઈ શકે છે. તમારે કોઈ ડીલ હાલ ઓકે કરતા પહેલા અનેકવાર વિચારવાની જરૂર છે.