જે ઈશા અંબાણી ન કરી શકી એ મુકેશ અંબાણીના ભાઈ અનિલ અંબાણીના પુત્રએ કરી દેખાડ્યું, Photos
કરજમાં ડૂબેલા અનિલ અંબાણી ધીરે ધીરે કમબેક કરી રહ્યા છે. અનિલ અંબાણીની દેવાળું ફૂંકી ચૂકેલી કંપનીઓ વેચાઈ રહી છે. કંપનીને ખરીદાર તો મળી રહ્યા છે જ્યારે બીજા બાજુ અનિલ અંબાણી નવી બાજુ પંખ પણ ફેલાવી રહ્યા છે. કરજના આ દલદલમાં અનિલ અંબાણીએ 2020માં એક કોર્ટમાં પોતાને નાદાર ગણાવ્યા હતા. હવે તેમના પુત્ર તેમનું ભાગ્ય પલટી રહ્યા છે. મુશ્કેલ ઘડીમાં અનિલના પુત્ર જય અનમોલ અંબાણી પરિવાર માટે આશાનું કિરણ બન્યા છે.
થોડા સમય પહેલા અનિલ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરે નવી કંપનીની જાહેરાત કરી. અનિલ અંબાણીએ રિયલ એસ્ટેટ સેક્ટરમાં પોતાના પગ ફેલાવવા માટે નવા યુનિટની શરૂઆત કરી. રિલાયન્સ ઈન્ફ્રાએ રિલાયન્સ જય પ્રોપર્ટીઝ પ્રાઈવેટ લિમિટેડ (RJPPL) બનાવી. આ નવી કંપનીનો હેતુ સંપત્તિ ખરીદવી, વેચવી, ભાડેપટ્ટે આપવી અને વિક્સિત કરવાનો છે. બીજી બાજુ તેમણે હવે ઈવી વ્હીકલ્સ તરફ પણ પોતાન વિસ્તાર શરૂ કર્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ અનિલ અંબાણી ઈવી વ્હીકલ સેક્ટરમાં પ્રવેશ માટે પગલું ભરી રહ્યા છે. અનિલ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈલેક્ટ્રિક કાર અને બેટરી બનાવવાના પ્રોજેક્ટ પર વિચારે છે.
પિતાની નાણાકીય ઉથલપાથલની સ્થિતિ વચ્ચે જય અનમોલ અંબાણીની એન્ટ્રીએ કારોબાર માટે ઓક્સીજનનું કામ કર્યું છે. અનમોલની કુશળ રણનીતિઓએ જાપાનને રોકાણ માટે આકર્ષિત કર્યું અને કારોબારમાં પ્રાણ ફૂંક્યા. કંપની પર કરજનો બોજો હળવો કરવા પર તેમના ફોકસે શેરોમાં પણ પ્રાણનો સંચાર કર્યો. મુંબઈના કેથેડ્રલ અને જ્હોન કાનન સ્કૂલોથી ભણ્યા બાદ બ્રિટનના સેવન ઓક્સ સ્કૂલથી અભ્યાસ કરનારા જય અનમોલ અંબાણી અનિલ અંબાણીના વેપારને ઝડપથી આગળ લઈ જઈ રહ્યા છે.
અનમોલ અંબાણીએ બહુ નાની ઉંમરે ફેમિલી બિઝનેસની જવાબદારી સંભાળી. 18 વર્ષની ઉંમરે રિલાયન્સ મ્યુચ્યુઅલ ફંડમાં ઈન્ટર્નશીપ દ્વારા શરૂઆ કર્યા બાદ તેમણે રિલાયન્સ કેપિટલની જવાબદારી સંભાળી. વર્ષ 2016માં એડિશનલ ડાયરેક્ટર તરીકે રિલાયન્સ કેપિટલના બોર્ડમાં જોડાયા. રિલાયન્સ નિપ્પોન લાઈફ એસેટ મેનેજમેન્ટ અને રિલાયન્સ હોમ ફાઈનાન્સના બોર્ડમાં સામેલ થઈને તેમણે કારોબારને પાટા પર લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી.
પોતાના નિર્ણયોના દમ પર અનિલ અંબાણીના પુત્ર જય અનમોલ અંબાણીએ પોતાની નેટવર્થ 3.3 અબજ ડોલર એટલે કે લગભગ 2000 કરોડ રૂપિયાથી પણ વધુએ પહોંચાડી છે. ડીએનએના રિપોર્ટ મુજબ જય અનમોલ અંબાણી 2000 કરોડની સંપત્તિના માલિક છે. જ્યારે ઈન્ડિયા ટાઈમ્સના રિપોર્ટ મુજબ ઈશા અંબાણીની સંપત્તિ લગભગ 831 કરોડ રૂપિયા છે. જય અનમોલ ભલે લાઈમલાઈટથી દૂર રહેતા હોય પરંતુ કારોબારમાં હવે તેઓ પોતાના પિતરાઈ ભાઈ બહેનોને બરાબર ટક્કર આપે છે.