PICS: જે કોઈ આ કિલ્લામાં જાય છે તે પાછા નથી આવતા!, કિલ્લાની સુંદરતા લોકોને ખેંચે છે પોતાની તરફ

Tue, 05 Oct 2021-1:56 pm,

જ્યારે પણ તમે ભાનગઢ જાવ છો તો આ સુંદર કિલ્લાના વખાણ કર્યા વગર રહી નહીં શકો. જો કે, ઘણા લોકોનું કહેવું છે કે, ભાનગઢ કિલ્લામાં કાલ્પનિક અને ડરાવની હરકતો થાય છે. ત્યાં ગયેલા ઘણા લોકોએ બેચેની અને સ્ટ્રેસ અનુભવ્યો હોવાની ફરિયાદ કરી છે. આ સાથે ઘણા લોકોએ ડરાવની હરકતોને પણ નોટિસ કરી છે. આ સિવાય ભાનગઢ કિલ્લામાં લોકો અમુક મિનિટો માટે જ રોકાઈ શકે છે. 

પ્રશાસને ભાનગઢ કિલ્લામાં સૂર્યાસ્ત બાદ રોકાવાની મનાઈ ફરમાવી છે.  Archaeological Survey of India (ASI) તરફથી સૂર્યાસ્ત બાદ અને સૂર્યોદય પહેલાં ત્યાં રોકાવાની મનાઈ ફરમાવતું બોર્ડ લગાવાયું છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે, જો કોઈ ભાનગઢ કિલ્લામાં સૂર્યાસ્ત બાદ પ્રવેશ કરે છે તો તે રાતની કહાની કહેવા માટે ક્યારેય પાછા નથી આવી શકતા. એવું માનવામાં આવે છે કે, કિલ્લામાં આત્માઓ ભટકે છે.

ઈતિહાસકારોનું માનીએ તો ગુરુ બાલૂ નાથ નામના સન્યાસીના શ્રાપથી આ સુંદર ભાનગઢ આજે ભૂતોની હવેલી બની ગઈ છે. ભાનગઢ કિલ્લા પર પૂર્વમાં ગુરુ બાલૂ ધ્યાન કરતાં હતા. તત્કાલિન રાજા ભાનગઢમાં કિલ્લો બનાવવા માગતા હતા. ત્યારે સન્યાસી બાલૂ નાથે એક શરત પર કિલ્લો બનાવવાની અનૂમતિ આપી. તેમની શરત હતી કે, કિલ્લાનો પડછાયો તેમના પર ન પડે. જો કે, એવું ન બની શક્યું. અને તે સમયે આ સાધુ બાલૂ નાથે શ્રાપ આપ્યો કે, આ કિલ્લો ભૂતોની હવેલી બની જશે. 

એક મહત્વની વાત તો એ છે કે, ભાનગઢ કિલ્લાની આસપાસના વિસ્તારોમાં કોઈ પણ ઘરની ઉપર છત નથી. જો કોઈ છત બનાવે છે તો તે તૂટી જાય છે.  જેથી કરીને લોકો ત્યાં ઘર પર છત નથી બનાવતા. આ સાથે ભાનગઢ કિલ્લામાં રોકાયેલા લોકો સાથે કોઈને કોઈ ઘટના ચોક્કસ બનેલી છે. માટે જ્યારે પણ ભાનગઢ જાવ તો કિલ્લાની સુંદરતાને બહારથી જ નિહાળો. 

(નોંધ-આ લેખમાં આપેલી જાણકારી વિભિન્ન માધ્યોમાં સંગ્રહિત કરેલી માહિતીના આધારે આપવામાં આવી છે.  અમારો ઉદ્દેશ માત્ર સૂચના આપવાનો છે, લોકો આને ફક્ત એક જાણકારીના રૂપે જ વાંચે. ઝી 24 કલાક આ જાણકારીની પુષ્ટિ નથી કરતું.)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link