Petrol-Diesel Price: આવી ગયો પેટ્રોલ-ડીઝલનો નવો ભાવ! જાણો તમને ફાયદો થશે કે નુકસાન

Fri, 06 Sep 2024-8:41 am,

Petrol-Diesel Price Today: પેટ્રોલ-ડીઝલના વધતા ભાવને કારણે સામાન્ય માણસનું બજેટ ખોરવાઈ જતું હોય છે. પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ દરેક વસ્તુઓના ભાવ વધારા માટે મહંદઅંશે જવાબદાર હોય છે. કારણકે, ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ વધે છે. એજ કારણે મોંઘવારી વધે છે. ત્યારે જાણો આજે શું છે પેટ્રોલ-ડીઝલનો ભાવ...ઓઈલ સેક્ટર માટે હાલ મોટા સમાચાર છે. વાહન ચાલકોને પણ આ સમાચારોથી સીધી અસર થતી હોય છે. 

સામાન્ય લોકો હજુ પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રાહતની આશા રાખી રહ્યા છે. જો કે કેન્દ્રીય ઓઈલ કંપનીઓ તરફથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ રાહત મળે તેવું લાગતું નથી. તેલ કંપનીઓએ 06 સપ્ટેમ્બર 2024 માટે પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કર્યા છે. જાણો તમારા શહેરમાં શું છે આજે લેટેસ્ટ ભાવ...  

બાઇક હોય, સ્કૂટર હોય કે કાર, તે પેટ્રોલ કે ડીઝલ પર ચાલે છે. ભલે ગમે તેટલી ઈલેક્ટ્રિક અને હાઈબ્રિડ કાર લોન્ચ કરવામાં આવે, પેટ્રોલ અને ડીઝલની જરૂરિયાત હજુ પણ ઘણી વધારે છે. આવી સ્થિતિમાં સામાન્ય લોકો દરરોજ પેટ્રોલ અને ડીઝલના ભાવ પર નજર રાખે છે. 6 સપ્ટેમ્બર માટે પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરવામાં આવ્યા છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતો 6 સપ્ટેમ્બરની જેમ જ છે અને અહીં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જોકે, થોડા મહિના પહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સુધારો કરવામાં આવ્યો હતો.  

દિલ્હીમાં પેટ્રોલની કિંમત 94.72 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત માત્ર 87.62 રૂપિયા પ્રતિ લીટર છે. આ સિવાય મુંબઈમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત પર નજર કરીએ તો પેટ્રોલની કિંમત 103.94 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 89.97 રૂપિયા પ્રતિ લીટર છે. જ્યારે કોલકાતામાં પેટ્રોલ 103.94 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 90.76 રૂપિયા પ્રતિ લિટરના દરે વેચાઈ રહ્યું છે. છેલ્લે, ચેન્નાઈમાં પેટ્રોલની કિંમત 100.85 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમત 92.44 રૂપિયા પ્રતિ લિટર છે.

શું છે બીજા શહેરોમાં પેટ્રોલ-ડીઝલનો લેટેસ્ટ ભાવ?

શહેર        પેટ્રોલ         ડીઝલ

બેંગલુરુ         102.86         88.94 લખનઉ         94.65         87.76 નોઇડા         94.66         87.76 ગુરુગ્રામ         94.98         87.85 ચંદીગઢ         94.24         82.40 પટના         105.42         92.27

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં છેલ્લે માર્ચમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. માર્ચમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 2-2 રૂપિયાનો ફેરફાર કરવામાં આવ્યો હતો પરંતુ ત્યાર બાદ કોઈ મોટી રાહત આપવામાં આવી નથી. જો કે, લોકો કેન્દ્રીય તેલ કંપનીઓ પાસેથી રાહતની અપેક્ષા રાખે છે.

પેટ્રોલ-ડીઝલનો ભાવ મુખ્ય ચાર બાબતોના આધારે નક્કી કરવામાં આવે છે. 1) કાચા તેલની કિંમત એટલે કે, આંતરરાષ્ટ્રિય બજારોમાં ક્રૂડ ઓઈલનો ભાવ 2) રૂપિયા પ્રમાણે અમેરિકી ડોલરની કિંમત 3) કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વસૂલવામાં આવતો ટેક્સ 4) દેશમાં ફ્યુલની માગ કેટલી છે તેને પણ ધ્યાને લેવાય છે.

1) ઈમ્પોર્ટઃ વિદેશથી કાચું તેલ ખરીદવામાં આવે છે. 2) રિફાઈનરીઃ કાચા તેલમાંથી પેટ્રોલ-ડીઝલ અલગ કરવામાં આવે છે. 3) કંપનીઓ: તે પોતાનો નફો કમાઈ પેટ્રોલ-ડીઝલ પહોંચાડે છે. 4) ગ્રાહકોઃ કેન્દ્ર અને રાજ્ય સરકારનો ટેક્સ ઉમેરાય પછી ગ્રાહકો ખરીદે છે.  

તમને જણાવી દઈએ કે દરરોજ સવારે 6.30 વાગ્યે દેશની ઓઈલ માર્કેટિંગ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર કરે છે. જો કિંમત બદલાય છે તો તે વેબસાઇટ પર અપડેટ થાય છે. વાસ્તવમાં છેલ્લા ઘણા દિવસોથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. દેશની ઓઈલ માર્કેટિંગ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરે છે. જોકે, 22 મે, 2022થી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. 

તમે તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સરળતાથી જાણી શકો છો. આ માટે ઓઈલ માર્કેટિંગ કંપનીઓની વેબસાઈટ પર જવું પડશે અથવા SMS મોકલવો પડશે. જો તમે ઈન્ડિયન ઓઈલના ગ્રાહક છો તો તમે RSP સાથે 9224992249 નંબર પર SMS મોકલી શકો છો અને જો તમે BPCL ગ્રાહક છો તો RSP લખીને 9223112222 નંબર પર SMS મોકલી શકો છો. હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન, ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા જેવી કંપનીઓ તેમની વેબસાઈટ પર પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરે છે. તમે ઘરે બેઠા પણ તેલની કિંમત ચકાસી શકો છો.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link