Solo Travellingના શોખીન છો? એકલા ફરવાનો કરી રહ્યાં છો પ્લાન? બસ આટલું રાખજો ખાસ ધ્યાન

Wed, 04 May 2022-10:59 am,

આમ તો એકલા ફરવું વિદેશીઓનો ખાસ શોખ રહ્યો છે, પરંતુ છેલ્લા કેટલાક સમયમાં  ભારતમાં પણ આ ટ્રેન્ડ વધી રહ્યો છે. તો તમે પણ એકલા ફરવા જાઓ છો તો પાયાની તૈયારીઓ કરીને જાઓ. જેના માટે આટલી ટિપ્સ ફૉલો કરો.

જ્યાં એકલા ફરવા જવા માંગો છો તો સૌથી પહેલા બજેટ તૈયાર કરો. જેમાં આવવા-જવાનો, ખાવા-પીવાનો સહિતનો તમામ ખર્ચ સામેલ હોવા જોઈએ. એ પ્રમાણે તમે પૈસા ભેગા કરી શકો  છો.

જયાં પણ તમે ફરવા જવાનો વિચાર કરી રહ્યા છો ત્યાંની જાણકારી પહેલા મેળવો..ત્યાંની રીત-ભાત, સંસ્કૃતિ, આબોહવાની જાણકારી મેળવો. આ તમામ જાણકારી તમને ઓનલાઈન મળી શકે છે.

હવે વાત કરીએ તમારી બેગની તો, તમારે ખુદ જ સામાન ઉપાડવાનો છે. ખભા પર સામાન બેગથી ઉપાડવો સારો પડે છે. પેકિંગ દરમિયાન એ વસ્તુ ધ્યાનમાં રાખો કે અનેક વસ્તુઓ તમે ફરવા જાઓ છો ત્યાંથી મળી રહેશે. એટલે એ વસ્તુઓ ન લો. માત્ર જરૂરી વસ્તુઓ જ પેક કરો.

કોઈ પણ જગ્યાએ તમે ફરવા જાઓ એટલે તેમને વારંવાર આઈડી પ્રુફની જરૂર પડશે. એટલે તેને સંભાળીને રાખવા જરૂરી છે. આઈડી પ્રુફની પ્રિન્ટ લઈ જાઓ અને મોબાઈલમાં પણ સાચવીને રાખો. હાલની સ્થિતિને જોતા વેક્સીનેશન સર્ટિફિકેટ કે કોરોનાનો નેગેટિવ રિપોર્ટ પણ સાથે રાખો.

જો તમે એકલા જઈ રહ્યા છો તો એડવાન્સ બુકિંગ મદદ કરશે. તમને રોકાવાની તકલીફ નહીં પડે અને તમે શાંતિથી ફરી શકશો. સાથે જ વહેલું બુકિંગ કરાવશો તો ડિસ્કાઉન્ટ પણ મળશે.

જ્યારે તમે ફરવા જાઓ છો ત્યારે સ્થાનિક સંસ્કૃતિને ખાસ જાઓ. એ વિસ્તારના ધાર્મિક સ્થળના દર્શન કરો. જેથી તમને ઘણું જાણવા મળશે. સાથે જ યાત્રામાં સ્થાનિક પરિવહનનો ઉપયોગ કરવાનું હિતાવહ છે. જેથી ખર્ચ પણ બચશે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link