ધ્યાનથી જુઓ આ તસવીરોને, સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રવાસીઓને રાત્રે હવે આવો નજારો જોવા મળશે
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેકટ વિશ્વની સૌથી ઊંચી સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને એક વર્ષ પૂર્ણ થશે. ત્યારે આગામી 31મી ઓક્ટોબરે પીએમ મોદી સ્ટેચ્યુના એક વર્ષની ઉજવણી ધામધૂમથી કરવામાં આવશે. જેને કારણે વહીવટી તંત્રએ દિવસ રાત દોડધામ કરી ઉજવણીને સફળ બનાવવા કમર કસી છે.
સ્ટેચ્યુને 4 કરોડના ખર્ચે કાયમી લાઈટિંગ કરવામાં આવ્યું છે. આ સાથે તેને રંગબેરંગી લાઈટ્સથી સજાવવામાં આવી રહ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીને દુલ્હનની જેમ સજાવવા આવ્યું છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટીના ઉજવણી પહેલા ભારત ભવન અને સ્ટેચ્યુ ઓફ યુનિટી વ્યુ પોઇન્ટ-1 કેવડિયા કોલોની સુધીના લગભગ 7 થી 8 કિમી વિસ્તારને એલઇડી રોડ લાઈટ, એલઇડી લાઇટિંગ, એલઇડી સાઈન બોર્ડ, એલઇડી ગેટ, એલઇડી મોડલ્સ, એલઇડી ફોર્સ સ્ટેન્ડ લાઈટથી સજાવવા તંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.
હાલ નર્મદા ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીને દુલ્હનની જેમ સજાવી દેવામાં આવ્યું છે, ત્યારે રાત્રિ દરમિયાન પ્રવાસીઓ પણ આ લાઇટિંગને નિહાળી શકે તે માટે ગઈકાલ થી તમામ લાઈટિંગ ચાલુ કરી દેવામાં આવ્યું છે.
સ્ટેચ્યુ પાસેની જગ્યા રંગબેરંગી લાઇટિંગથી ઝગમગી ઉઠી છે. જેથી હવે દિવસે જ નહિ, રાત્રે રોકાનારા પ્રવાસીઓને કંઈક અનોખો નજારો માણવા મળશે તેવું સ્ટેચ્યુ ઓફ યુનિટીના સીઈઓ આઈ.કે પટેલે જણાવ્યું હતું.