વાહ ભારતીયો વાહ! અમેરિકામાં માત્ર એક કલાકમાં દેશના ગામડાઓના વિકાસ માટે 5 કરોડથી વધુ ભેગા કર્યા

Sun, 17 Jul 2022-11:46 am,

પર્ફોર્મિંગ આર્ટ્સ સેન્ટરના ભવ્ય ઉદઘાટનના સન્માન અને ઉજવણીમાં સમગ્ર દક્ષિણ- પૂર્વ લોસ એન્જલસ કાઉન્ટીમાં શિક્ષણ, સંસ્કૃતિ અને કલા પ્રત્યેની તમારી પ્રતિબદ્ધતાની પ્રશંસા સાથે 70 કરોડનાં ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે, 750 કરતા વદારે લોકો બેસી શકે તેના માટેની વ્યવસ્થા પણ છે. આ કાર્યક્રમમાં ટ્રસ્ટી જેમ્સ, પ્રેસિડેન્ટ હોઝે ફેરેરો, માર્થા પેલેનો, સેરીટોઝ કોલેજ ફાઉન્ડેશન ચીફ કેરોલ, યોગી પટેલ અને પરિમલ શાહ ઉપસ્થિત રહ્યા હતા.

સેરીટોસ કોલેજ પર્ફોર્મિંગ આર્ટસ સેન્ટરના ભવ્ય ઉદઘાટનના સન્માનમાં પ્રસ્તુત છે. સમગ્ર સમુદાયમાં સંસ્કૃતિ અને કળાનું શિક્ષણ આપવાનું, તમારું કાર્ય આવનારી પેઢીઓ માટે શાંતિ, એકતા અને સંવાદિતાનું નિર્માણ કરશે. આ મહત્વપૂર્ણ ઘટના બદલ લોકોએ અભિનંદનનો ધોંધ વહેવડાવ્યો હતો.

પરફોર્મિંગ આર્ટસ સેન્ટરમાં શાંતિ કેન્દ્રની પણ સ્થાપના કરવામાં આવી છે કે જેનો ઉદ્દેશ દેશ દુનિયામાં શાંતિ સ્થપાય તેવો છે. ફાઉન્ડેશન દ્વારા તેની શરૂઆત કરવામાં આવી છે. પીસ સેન્ટર એડવાઇઝરી ગ્રુપ પીસ સેન્ટર વતી ઇલા મહેતાએ જણાવ્યુ હતું કે, પીસ સેન્ટર એ વાસ્તવિક સંસ્થા નથી, પરંતુ ફાઉન્ડેશનનો કાર્યક્રમ છે અને તેને શાંતિ કેન્દ્ર સમર્થક તરીકે ગણી શકાય. 

જણાવવું રહ્યું કે, ભારતનાં ગ્રામ વિકાસને વધુ વેગ આપવા માટે લોસએન્જલસમાં વસેલા ભારતીયો દ્વારા ખાસ ભંડોળ એકત્રિત કરવામાં આવ્યુ અને 1 કલાકમાં 5 કરોડ રૂપિયા ભેગા કરીને તેને ભારતનાં ગામડાના વિકાસ માટે મોકલવામાં આવશે. આ કાર્યક્રમમાં ડો. અનિલ શાહ, એસેમ્બલી વીમેન શેરોન, બેન્કર અને સેરીટોઝ કોલેજનાં ફાઉન્ડર ચેરમેન પરિમલ શાહ, ઈન્ડો અમેરિકન કલ્ચર સોસાયટી ઓફ નોર્થ અમેરિકાનાં પ્રેસિડેન્ટ યોગી પટેલે પોતાનો ફાળો આપીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

આર્ટેશિયા શહેર અને આસપાસના સમુદાયોમાં કલાત્મક અને શૈક્ષણિક પ્રોગ્રામિંગ લાવવા બદલ આર્ટેસિયા બિઝનેસ સમુદાય તમારો આભાર માન્યો છે. તેમણે જણાવ્યું કે અમે આગામી વર્ષો સુધી Cerritos College સાથે સહયોગ અને ભાગીદારી કરવા આતુર છીએ.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link