અંબાલાલે કરી દીધી વધુ એક વાવાઝોડાના ત્રાટકવાની આગાહી, ચોમાસું હવે ખતરનાક બનશે!

Fri, 13 Sep 2024-3:18 pm,

અંબાલાલ પટેલે કહ્યું કે, હજુ પણ રાજ્યમાં વરસાદ થવાની શક્યતા છે. 13 સેપ્ટેમ્બરથી ઉત્તર ભારત તરફ વરસાદી વહન જશે. તે પછી બંગાળ ઉપ સાગરમાં બનતી સિસ્ટમો અને દક્ષિણ ચીનમાં બનતા ચક્રવાતના અવશેષો બંગાળ ઉપસાગરમાં આવતા સાગર વધુ સક્રિય થશે. (Image : Windy.com) 

આગાહીકારે કહ્યું કે, રાજ્યના કેટલાક ભાગોમાં છૂટો છવાયો વરસાદ તારીખ 13 સપ્ટેમ્બરથી પડી શકે છે. 18 થી 21 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. પૂર્વ ગુજરાતના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. તો પંચમહાલ, સાબરકાંઠા, ભારે વરસાદની શક્યતા છે. કચ્છના કેટલાક ભાગોમાં ભારે વરસાદ આવી શકે છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના ભાગોમાં હળવોથી ભારે વરસાદ થઈ શકે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના ભાગોમાં છૂટો છવાયો વરસાદ થઈ શકે છે. જૂનાગઢના, અમરેલી, ભાવનગરના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે. (Image : IMD India Meteorological Department)

તેમણે જણાવ્યું કે, 27 સેપ્ટમ્બર થી 5 ઓક્ટોબરમાં હસ્ત નક્ષત્રમાં ગાજવીજ સાથે કેટલાક ભાગોમાં વરસાદ થઈ શકે છે. 10 ઓક્ટોબર થી 13 ઓક્ટોબર બંગાળ ઉપસાગરમાં ચક્રવાત થવાની શક્યતા રહેશે. નવરાત્રિ દરમિયાન છૂટો છવાયો વરસાદ આવશે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link