આ પ્રખ્યાત હોસ્ટનો ચાર વર્ષ સુધી પ્રિયજનોએ કર્યો રેપ, 14 વર્ષની ઉંમરમાં બની માતા

Sat, 22 May 2021-10:19 pm,

ઓપરા વિનફ્રે, (Oprah Winfrey) જેને સફળતા માટેનું બીજું નામ માનવામાં આવે છે. ઓપરાની ગણતરી વિશ્વની સૌથી શક્તિશાળી મહિલાઓમાં થાય છે. તે તેના ટોક શો 'ધ ઓપરા વિનફ્રે શો'થી (The Oprah Winfrey Show) પ્રખ્યાત થઈ હતી. આ શો 1986 થી લોકોના દિલ જીતી રહ્યો છે અને તે સર્વોચ્ચ રેટેડ ટેલિવિઝન પ્રોગ્રામ રહ્યો છે. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે સફળતાની સ્પર્શને સ્પર્શ કરનારી આ વ્યક્તિ સાથે બાળપણમાં વારંવાર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો, જેણે ઓપરાનું જીવન ખરાબ કરતાં ખરાબ બનાવ્યું હતું. (Image Credit: Oprah Winfrey Instagram)

67 વર્ષીય ટીવી હોસ્ટ હાલમાં તેના નવા શો 'ધ મી યુ કેન્ટ સી'ને (The Me You Cant See) લઈ ચર્ચામાં છે. આ શોમાં પ્રિન્સ હેરીની (Prince Harry) સાથે ઓપરા પણ લોકોના માનસિક સ્વાસ્થ્ય વિશે વાત કરવા જઇ રહી છે. ઓપરાએ આ શોની શરૂઆત પોતાની વાર્તાથી કરી છે. આ એપિસોડમાં, તેણે ઘણા આશ્ચર્યજનક ઘટસ્ફોટ કર્યા છે. (Image Credit: Oprah Winfrey Instagram)

તેના બાળપણ વિશે વાત કરતા, ઓપરા વિનફ્રેએ (Oprah Winfrey) જણાવ્યું કે નવ, દસ, અગિયાર અને બાર વર્ષની ઉંમરે 19 વર્ષીય કઝિને મારા પર બળાત્કાર ગુજાર્યો હતો. મને ખબર નહોતી કે બળાત્કાર એટલે શું? મને આ શબ્દ વિશે પણ ખબર નહોતી. મને સેક્સ શું છે તેનો ખ્યાલ નહોતો. મને ખબર ન હતી કે બાળકો ક્યાંથી આવે છે. મારી સાથે શું થઈ રહ્યું છે તે પણ મને ખબર નહોતી. મેં બધું છુપાવી દીધું. મેં સ્વીકાર્યું કે પુરુષોની આ દુનિયામાં કોઈ બાળક સુરક્ષિત નથી. (Image Credit: Oprah Winfrey Instagram)

ઓપરો વિનફ્રેએ (Oprah Winfrey) કહ્યું કે ઘણાં સંબંધીઓએ તેનો લાભ ઉઠાવ્યો છે. જેમાં તેના કાકા પણ સામેલ છે. ત્યાં સુધી આ બધું અટક્યું નહીં જ્યાં સુધી ઓપરા ગર્ભવતી ન થઈ. ગર્ભવતી થયા પછી ઓપરાને તેના પિતા પાસે મોકલવામાં આવી હતી. જન્મ્યાના બે અઠવાડિયા પછી બાળકનું અવસાન થયું. (Image Credit: Oprah Winfrey Instagram)

ઓપરા વિનફ્રેએ (Oprah Winfrey) કહ્યું કે જ્યારે મારી સાથે પહેલીવાર બળાત્કાર થયો તો તે મને આઇસક્રીમ ખવડાવવા લઈ ગયો અને મારું લોહી મારા પગ સુધી આવી ગયું. ઓપરાએ કહ્યું કે આ સ્ટોરી કહેવી અને મારી સાથે જે થયું તે માટે મારો અવાજ ઉઠાવવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. (Image Credit: Oprah Winfrey Instagram)

આ બધુ થયા બાદ ઓપરા વિનફ્રેએ (Oprah Winfrey Life Journey) તેના જીવનની નવી શરૂઆત કરી. તેણે અભ્યાસ શરૂ કર્યો. તેણે ના માત્ર 17 વર્ષની વયે એક બ્યૂટી પીજેન્ટ જીત્યો, પરંતુ એક લોકલ ઇવનિંગ ન્યૂઝ ચેનલમાં એન્કરિંગ પણ શરૂ કરી દીધી. ત્યારબાદ તેણે પોતાની પ્રોડક્શન કંપની શરૂ કરી. 1986 માં, તેણે પહેલીવાર રાષ્ટ્રીય ટીવી પર 'ધ ઓપરા વિનફ્રે શો' હોસ્ટ કર્યો. શોએ ઓપરાને સ્ટાર બનાવી. (Image Credit: Oprah Winfrey Instagram)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link