Numerology Horoscope August 2024: આ તારીખે જન્મેલા લોકો માટે ખાસ રહેશે ઓગસ્ટ મહિનો, ધન-સંપત્તિ વધશે, થશે લાભ

Wed, 31 Jul 2024-4:05 pm,

કોઈ મહિનાની 1,10,19 અને 28 તારીખે જન્મેલા લોકોનો મૂળાંક 1 હોય છે. આ મહિને તમારા સંબંધો સારા થશે. આર્થિક સ્થિતિમાં મજબૂતી આવશે. પરંતુ લેતી-દેતીમાં સમજી વિચારી નિર્ણય કરો. સંવાદ બનાવી રાખો.

કોઈ મહિનાની 2, 11, 20 અને 29 તારીખે જન્મેલા લોકોનો મૂળાંક 2 હોય છે. આ જાતકો ઓગસ્ટ મહિનામાં જેટલા પ્રેક્ટિકલ રહેશે, તેટલા ફાયદામાં રહેશે. રોકાણ કરી શકો છો. કરિયરમાં નવી તક મળશે. 

કોઈ મહિનાની 3, 12, 21 અને 30 તારીખે જન્મેલા લોકોનો મૂળાંક 3 હોય છે. આ મૂળાંકના લોકો ઓગસ્ટમાં ખુબ માન-સન્માન મળશે. આર્થિક મામલામાં ઉતાવળ ન કરો. લવ પાર્ટનર સાથે તમારી ફીલિંગ્સ શેર કરો.

કોઈ મહિનાની 4, 13, 22 કે 31 તારીખે જન્મેલા લોકોનો મૂળાંક 4 હોય છે. આ જાતકો ઓગસ્ટમાં ધીમે-ધીમે પરંતુ સતત પ્રગતિ કરશે. તમને મહેનતનું ફળ મળશે. વધારે વિચારોથી બચો. સંબંધોમાં પ્રેમ વધશે. 

કોઈ મહિનાની 5, 14 અને 23 તારીખે જન્મેલા લોકોનો મૂળાંક 5 હોય છે. ઓગસ્ટ મહિનામાં મૂળાંક 5વાળા લોકોના જીવનમાં ઘણા સકારાત્મક ફેરફાર આવશે. જીવનશૈલીમાં સુધારો થશે. પરિવાર સાથે સમય પસાર કરશો. 

કોઈ મહિનાની 6, 15 અને 24 તારીખે જન્મેલા લોકોનો મૂળાંક 6 હોય છે. આ મહિનામાં તમે પારિવારિક જવાબદારીઓમાં વ્યસ્ત રહેશો. ખુશી તે વાતની રહેશે કે તમે કામ સારી રીતે કરી શકશો. કરિયર ગ્રોથ માટે નવી તક મળશે. લોકો તમારા કામની પ્રશંસા કરશે. 

કોઈ મહિનાની 7, 16 અને 25 તારીખે જન્મેલા લોકોનો મૂળાંક 7 હોય છે. આ મહિને 7 મૂળાંક વાળાના જીવનમાં સુખ-સમૃદ્ધિ વધશે. તમારી રૂચિ આધ્યાત્મમાં વધશે. ખોટા વાદ વિવાદથી બચશો તો સમય શાનદાર રહેશે. લવ પાર્ટનરની સાથે સમય પસાર કરો.

 

કોઈ મહિનાની 8, 17 અને 26 તારીખે જન્મેલા લોકોનો મૂળાંક 8 હોય છે. આ શનિનો અંક છે. મૂળાંક 8ના લોકોનું લગ્ન જીવન સારૂ રહેશે. સાથે આ જાતકો કરિયરમાં મોટી સિદ્ધિ હાસિલ કરી શકે છે. તમારા સપના સાકાર થશે. 

કોઈ મહિનાની 9, 18 અને 27 તારીખે જન્મેલા લોકોનો મૂળાંક 9 હોય છે. આ સમયે તમને પોઝિટિવ પરિણામ મળશે. કરિયરમાં ગ્રોથની તક મળી શકે છે. નોકરી કરનારને પ્રમોશન મળી શકે છે. કોઈ વિવાદ તમારા પક્ષમાં હલ થશે. 

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link