દુનિયાનું એકમાત્ર મંદિર જ્યાં મહાદેવ પર ચઢાવાય છે જીવતા કરચલા, બાધા પૂરી કરવા લોકો કરચલા લઈને આવે છે

Wed, 18 Jan 2023-3:30 pm,

આ બાબત એક પૌરાણિક કથા સાથે જોડાયેલ છે. હજ્જારો વર્ષ પહેલા જ્યારે ભગવાન રામ 14 વર્ષના વનવાસ માટે નીકળ્યા હતા, દરમિયાન ભગવાન રામના પિતા દશરથનું મોત નિપજયુ હતુ. ભગવાન રામ પોતે વનવાસ ભોગવી રહ્યા હતા, તેથી તેઓ પિતાની તર્પણ વિધિમા જઇ શકયા ન હતા. જેથી ભગવાન રામે તર્પણ વિધિ કરવાનુ નક્કી કરી દીધું હતું. 

આ મંદિરનું નામ રામનાથ ઘેલા છે.ભગવાન રામે તીર મારીને પીપલોદના તાપી નદી કિનારે એક શિવલિંગ પ્રગટ કર્યુ હતું. જો કે આ શિવલિંગની પૂજા કરવા માટે બ્રાહ્મણ ન હતા. જેથી તેઓએ સમુદ્ર દેવને આહવાન કર્યુ હતુ કે, તેઓ પોતાના પિતાની તર્પણ વિધિમા આવે.

ભગવાન રામની વાત સાંભળી ખુદ સમુદ્ર દેવ બ્રાહ્મણનું સ્વરુપ લઇને ત્યા આવ્યા હતા. જ્યા સમુદ્ર દેવની સાથે કરચલા પણ તેમની સાથે આવ્યા હતા અને તેઓ શિવલિંગ પર જઇને બેસી ગયા હતા. આ ઘટના બાદ સમુદ્ર દેવે કરચલાનું ઉદ્ધાર કરવા માટે ભગવાન શ્રી રામને વિનંતી કરી હતી.

આ વિનંતી માની ભગવાન રામે કહ્યું હતું કે, અહીના શિવલિંગ પર જે પણ લોકો જીવતા કરચલા ચઢાવશે તેમના કાનની રસી કે દુખાવો દુર થઇ જશે. 

વર્ષોથી આ મંદિર સાથે આ અલૌકિક ઘટના જોડાયેલી છે. ત્યારથી આ મંદિરનું નામ રામનાથ ઘેલા પડ્યુ છે.   

અહી પોષ વદ એકાદશીના દિવસે લોકો મંદિરમા દર્શાનાથે આવતા હોય છે. જેઓને પણ કાનમા રસી કે દુ ખાવાની સમસ્યા હોય તેઓ અહી ભગવાન પાસે બાધા લે છે અને ત્યારબાદ દુખાવો સારો થતા અહી શિવલિંગ પર કરચલા ચઢાવી બાધા પુરી કરે છે.

પોષ વદ એકાદશી વર્ષમા એક જ વાર આવતી હોય છે. જેથી આજના દિવસે અહી હજ્જારોની સંખ્યામા ભક્તોજનો દર્શનાથે આવતા હોય છે. સુરત સિવાય અહી મુંબઇ તથા દિલ્હીથી પણ ભક્તજનો દર્શનાથે આવી પોતાની બાધા પુર્ણ કરે છે.

જે રીતે અનોખી શ્રધ્ધા આ મંદિર સાથે સંકળાયેલી છે તેને લઇને મોડી રાત સુધી અહિ દર્શન ભક્તોજનોનો ધસારો રહે છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link