Inside Photos: બેંગ્લુરુ રિસેપ્શનમાં રોયલ લૂકમાં જોવા મળ્યાં `દીપવીર`, રણવીરે સાસરિયાઓના મન મોહી લીધા
રિસેપ્શનનો પહેલો ફોટો દીપિકા અને રણવીરે પોતે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો. ત્યારબાદ બંનેના ફેનપેજથી લઈને નજીકના લોકોએ ફોટોઝ અને વીડિયો શેર કરવાના શરૂ કરી દીધા.
દીપિકા ખુબ જ સુંદર ગોલ્ડન સાડી અને લીલા રંગના દાગીનામાં સજેલી જોવા મળી. જ્યારે રણવીર સિંહ બ્લેક શેરવાનીમાં જોવા મળ્યો. દીપિકા અને રણવીરના લગ્નનું રિસેપ્શન બેંગ્લુરુની હોટલ ધ લીલામાં રાખવામાં આવ્યું હતું.
મુંબઈમાં આ જોડીનું રિસેપ્શન પહેલી ડિસેમ્બરે થવાનું છે. હોટલ ગ્રાન્ડ હયાતમાં રિસેપ્શન થશે.
બેંગ્લુરુમાં રિસેપ્શનની પહેલા જ દીપિકા અને રણવીરે પોતાના કોંકણી અને સિંધી લગ્નથી લઈને મહેંદી સુધીની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરીને ફેન્સને મજા કરાવી દીધી. આ તસવીરોમાં પણ આ જોડી ખુબ જ સુંદર લાગી રહી છે.
રિસેપ્શનમાંથી મોડી રાત સુધી આવેલી તસવીરો અને વીડિયોના કારણે ઈન્ટરનેટ પર ધૂમ મચી ગઈ. એક વીડિયો એવો પણ આવ્યો જેમાં રણવીર પત્નીની સાડીનો પલ્લુ ઠીક કરી રહ્યો છે.
રિસેપ્શનના અનેક વીડિયો સામે આવ્યાં. રણવીર પાગલ દીવાનાની જેમ પત્ની દીપિકાને જોતો જ રહી ગયો. રણવીરે પોતાની આવી ક્યુટ હરકતોથી સાસરીયાના મન પણ જીતી લીધા.
રણવીર અને દીપિકાના લગ્ન 14-15 નવેમ્બરના રોજ ઈટાલીના લેક કોમોમાં થયા હતાં. કોંકણી અને સિંધી એમ બંને રિતી રિવાજથી લગ્ન થયાં. લગ્નની પહેલી તસવીરો દીપિકા અને રણવીરે જ શેર કરી હતી.
ઈન્ટરનેટ ફ્રી ઝોનમાં થયેલા લગ્નમાં મોબાઈલ ફોન લઈ જવા અને ફોટો ક્લિક કરવા પર પ્રતિબંધ રખાયો હતો. તમામ મહેમાનોના ફોન જમા કરી લેવાયા હતાં.
કોંકણી અને સિંધી એમ બંને રિતી રિવાજથી થયેલા લગ્નમાં દીપિકાનો લૂક ખુબ જ સુંદર લાગી રહ્યો હતો.
દીપિકા અને રણવીરના લગ્નમાં બંનેએ ગેસ્ટને ભેંટની જગ્યાએ કોઈ એવો ઉપહાર આપવાની વિનંતી કરી કે તેના કારણે અન્યના મોં પર ખુશી આવે. બંનેએ તમામ ભેટ દીપિકાની એનજીઓને આપવાનું કહ્યું અને આ સંદેશ તેમના વેડિંગ કાર્ડ પર મૂકાયો હતો. (તસવીરો સાભાર- @deepikapadukone/ @viralbhayani/ @deepveerkishaadi)