પાટીદારો માટે કોણે આવું કહ્યું, આપણા સમાજમાં લોકો ટાંટિયા ખેચવામાંથી બહાર નથી આવતા!

Patidar Samaj : ડભોઈ ખાતે આયોજિત પાટીદાર સંમેલનમાં વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખની હાકલ... સતિષ પટેલે કહ્યું- 'આપણા સમાજમાં ટાંટિયા ખેંચવાની જે પદ્ધતિ છે, તેમાંથી બહાર આવીને આપણે બધા લોકોએ એક થવું પડશે'

પાટીદારો માટે કોણે આવું કહ્યું, આપણા સમાજમાં લોકો ટાંટિયા ખેચવામાંથી બહાર નથી આવતા!

Vadodara News વડોદરા : વડોદરાના ડભોઈ ખાતે પાટીદાર સમાજના સંમેલન યોજાયું હતું. જેમાં મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો ઉપસ્થિતિ રહ્યા હતા. આ સંમેલનમાં જિલ્લા ભાજપ પ્રમુખે બળાપો ઠાલવ્યો હતો. સતીષ પટેલે પાટીદાર સમાજના સંમેલનમાં સમાજ પ્રત્યે નારાજગી વ્યકત કરતા કહ્યું હતું કે, આપણા સમાજમાં લોકો ટાંટિયા ખેચવામાંથી બહાર નથી આવતા. ગામમાંથી કોઈ આગળ જતું હોય તો ગામે અને લોકોએ સાથ આપવો જોઈએ. આપણા પાટીદાર સમાજમાં ટાંટિયા ખેંચવાની જે પધ્ધતિ છે, તેમાંથી બહાર આવવું જોઈએ. 

પાટીદાર સમાજમાં એકતા લાવવો એ આ સંમેલનનો હેતુ હતુ. જેમાં જય સરદારના નારા સાથે સંમેલનનો પ્રારંભ કરાવ્યો હતો. જેમાં પાટીદાર અગ્રણીઓ દ્વારા સમાજના વિકાસ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ સંમેલનમાં સમાજમાં જાગૃતિ લાવવા માટે જય પાટીદાર જય સરદારના નારા સાથે વિવિધ મહાનુભવોએ વક્તવ્ય આપ્યા હતા. જેમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવા તેમજ વિકાસ અને પ્રગતિ માટે સમાજલક્ષી પ્રગતિની દિશાઓ અંગે પ્રેરણા આપવામાં આવી હતી.

Add Zee News as a Preferred Source

 

આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય અને વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સતિષ પટેલે જણાવ્યું હતું કે, સમાજમાં સંગઠન થવું જરૂરી છે. અન્ય સમાજના લોકો જાગૃત થઈ રહ્યા છે, ત્યારે પાટીદાર સમાજમાં એકતાની જરૂર છે. ગામમાં કોઈ આગળ વધી રહ્યો હોય તો તેને ગામના લોકો અને આસપાસના ગામના લોકોએ આગળ મોકલવો જોઈએ, પરંતુ આપણા સમાજમાં ટાંટિયા ખેંચવાની જે પદ્ધતિ છે, તેમાંથી બહાર આવીને આપણે બધા લોકોએ એક થવું પડશે. 

આમ, સતીષ પટેલે સમાજના કેટલાક લોકો પ્રત્યે બળાપો ઠાલવ્યો હતો. આ ઉપરાંત અનેક લોકોએ યથાશક્તિ કરતા ફાળો આપ્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છ

...और पढ़ें

Trending news