પ્રધાનમંત્રી મોદીના ગમતા વડની વડવાઈઓ તૂટી, ડ્રીમ પ્રોજેક્ટ બરબાદ થયો

Sun, 28 Jul 2024-10:20 am,

કંથારપુર વડ ખૂબ પૌરાણિક અને વિશાળ વિસ્તારમાં પથરાયેલો છે, જોકે બે દિવસ પહેલા વરસાદ અને ભારે પવનને કારણે વડની વડવાઈઓ તૂટી પડી હતી. આસપાસ ભારે દબાણ અને ગંદકી પણ કેટલાક અંશે જવાબદાર હોવાને કારણે આ વડની હાલત બગડી ગઈ છે. આ વડના સ્થળે તત્કાલીન મુખ્યમંત્રી અન્ય હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નિયમિત મુલાકાત લેતા હતા. મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન જ વડના સંરક્ષણ માટે પગલા ભરવામાં આવ્યા હતા, જોકે પછી પરિસ્થિતિ બદલાઈ ગઈ. મંદિરના પૂજારીના મતે હવે અહીં કોઈ અધિકારી સંરક્ષણ માટે આવતા નથી. 

ઝી 24 કલાકના અહેવાલની અસર કંથારપુરા વડની જાળવણી માટે વહીવટી તંત્ર દોડતું થયું છે. દેહગામ પ્રાંત અધિકારી, વન વિભાગ સહિતનું પ્રશાસન કંથારપુરા પહોંચ્યું છે. પ્રધાનમંત્રીનો ડ્રીમ પ્રોજેક્ટનું નામ પડતાં જ વહીવટી તંત્ર દોડતું થયું છે. સમગ્ર મામલા પર વન વિભાગ દ્વારા બાજુમાં ખાનગી જમીન હોવાના કારણે લાચારી વ્યક્ત કરી. જોકે હવે વૈજ્ઞાનિક ઢબે વડવાઈઓની રક્ષણ કરવાનું પ્રયત્ન કરવાનો દાવો કર્યો. પ્રાંત અધિકારી બ્રિજેશ મોડિયા 10 કરોડની ગ્રાન્ટ પ્રવાસન વિભાગ દ્વારા આપવામાં આવી છે. જોકે એ ગ્રાન્ટનો ઉપયોગ બાજુમાં યોગ સેન્ટર બનાવવા થયો હોવાનો પણ દાવો કરાયો છે.   

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના કંથારપુર ગામમાં આવેલું છે વિશાળ ઝાડ. આ ઝાડ છે વડનું. આ વડલો અત્યાર સુધી અનેક વડીલોને છાયડો આપી ચુક્યો છે. અને તેણે પણ અનેક તડકી છાયડી જોઈ લીધી છે. મહાકાળી વડ તરીકે ઓળખાતું આ વૃક્ષ ગુજરાતમાં કબીર વડ બાદ બીજું સૌથી મોટું વૃક્ષ છે.  આ વૃક્ષ અંદાજે 500 વર્ષ કરતા પણ જૂનું હોવાનું માનવામાં આવે છે. વડ 2.5 વિઘામાં પથરાયેલો છે જ્યારે વડની ઊંચાઈ 40 મીટર જેટલી છે. આ વડ ધાર્મિક મહત્વ પણ ધરાવે છે, વડના થળમાં મહાકાલીનું મંદિર પણ આવેલું છે. 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેઓ મહાકાલીના દર્શન માટે આવતા હતા. તે સમયે તેઓ પણ આ વૃક્ષના દર્શન કરતા હતા. અને થોડીવાર આ વૃક્ષના છાયડે આ વૃક્ષ નીચે જરૂર બેસતા હતાં.

વડ દર વર્ષે 3 ફૂટ જેટલો ફેલાય છે. વડની આસપાસ ખેડુતોની જમીન આવેલી છે. પણ ખેતરમાં વડ ભલે ફેલાય પણ ખેડૂતો તેને કાપતા નથી. વડ ન કાપવા બાબતે આસ્થા એવી છે કે સ્થાનિકો માને છે કે કોઈ વડને નુકસાન કરે તો તે વ્યક્તિને નુકસાન પહોંચે છે. જેના લીધે કોઈ પણ વ્યક્તિ વડને કાપવાની હિંમત કરતો નથી. તેથી જ આસપાસના ખેડૂતો પણ વડને પોતાના ખેતરમાં ફેલાવા દે છે પણ તેને કાપતા નથી. અહીં ખેડૂતોની જમીનની કિંમતની વાત કરીએ તો વિધાન 15થી 25 લાખ ભાવ છે. આમ છતાં ખેડૂતો ધાર્મિક આસ્થાને લીધે વડના કારણે લાખોની જમીન જતી કરે છે.

વડાપ્રધાન જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે આ મંદિરે અચૂક દર્શન માટે જતા છે. વડાપ્રધાને વડની આસપાસ વિકાસ માટે 4 કરોડ રૂપિયાની જહેરાત કરી હતી. જોકે વહીવટી કારણોસર હજી વડનો વિકાસ થયો નથી. આમ છતાં સ્થાનિકોની માંગણી છે કે વડના આસપાસ વિકાસ થાય તો પ્રવાસીની સંખ્યામાં વધારો થાય અને સ્થાનિકોને રોજગારી મળે.

વડ માત્ર પ્રાકૃતિક અને ધાર્મિક મહત્વ ઉપરાંત વડને લીધે સ્થાનિકોને રોજગારી પણ મળી રહે છે. વડની આસપાસ 29થી 25 જેટલી નાની મોટી દુકાન અને પાથરણા આવેલા છે, જેના થકી 30થી 40 પરિવારને રોજગારી મળે છે. ખાસ કરીને નાના બાળકો માટે રમકડાં, પૂજાનો સમાન, ખાણીપીણી જેવા નાના નાના વ્યવસાય થકી લોકોને રોજગારી પ્રાપ્ત થાય છે. મહાકાળી માતાનું મંદિર આવેલું હોવાથી દર્શન માટે પણ લોકોની ભીડ હોય છે, પૂનમ અને તહેવારના દિવસમાં હજારોની સંખ્યામાં લોકો દર્શન માટે આવતા હોય છે. જ્યારે વિકેન્ડ શહેરી વિસ્તારમાંથી લોકો ફરવા માટે આવતા હોય છે.

છેલ્લાં 5 સદીથી એટલેકે, છેલ્લાં 500 વર્ષોથી એક ઝાડ અડીગમ ઊભું છે. અને મજાલ છેકે, કોઈ એની એક ડાળ પણ તોડી જાય. આ ઝાડ તો પ્રધાનમંત્રી મોદીનું અતિ પ્રિય છે. કબીરવડ બાદ આ બીજું સૌથી મોટું ઝાડ છે. હાલ આ સ્થળને પર્યટન સ્થળ અને યાત્રાધામમાં પરિવર્તિત કરવા પણ સરકારે પ્રોજેક્ટ હાથ પર લીધો છે. પરંતું આ જાહેરાત બાદથી જ વડની હાલત ન જોવા જેવી બની છે, સરકારના અધિકારીઓ કે વન વિભાગ આ મામલે ધ્યાન આપતું નથી.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link