પ્રમુખસ્વામીની 98મી જન્મ જયંતિ, રાજકોટ નજીક માધાપરમાં થશે 10 દિવસની ઉજવણી

Mon, 03 Dec 2018-9:25 am,

11 દિવસીય મહોત્સવમાં દરરોજ સવારના સેશનમાં શહેરની જુદી જુદી સ્કૂલ-કોલેજોના વિદ્યાર્થીઓ સ્વામિનારાયણનગર અને પ્રદર્શન નિહાળવા આવશે. આ માટે અત્યાર સુધીમાં ધોરણ 4થી 12ના 1 લાખ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન પણ કરાવી દીધું છે. દરેક છાત્રને સવારનો નાસ્તો અને બપોરે ભોજન પ્રસાદ પણ સ્વામિનારાયણનગરમાં જ અપાશે. છાત્રો અને શિક્ષકોને BAPSના 250 ગાઈડ સમગ્ર પ્રદર્શનના દર્શન કરાવશે.

માધાપર નજીક 5 થી 15 ડિસેમ્બર દરમિયાન પ્રમુખસ્વામી જન્મજયંતી મહોત્સવમાં સૌરાષ્ટ્ર ઉપરાંત દેશ-વિદેશથી લાખો હરિભક્તો આવવાના છે ત્યારે રાજકોટ એસ.ટી. વિભાગ દ્વારા મહોત્સવના સ્થળ સુધી પહોંચવા માટે 50 એસટી બસ દોડાવવા નિર્ણય કર્યો છે.

મહંતસ્વામી મહારાજના તારીખ 2 ડિસેમ્બરથી 16 ડિસેમ્બર સુધીના રોકાણ દરમિયાન સ્વામિનારાયણનગર સ્થિત ‘પ્રમુખસ્વામી મંડપમ’માં સાયં કાળે 7.30 થી 10.30 કલાક દરમિયાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને મહંતસ્વામી મહારાજના આશીર્વચનનો પણ લાભ પ્રાપ્ત થશે જેમાં મોટી સંખ્યામાં હરિભક્તો ઊમટી પડશે. 10 દિવસ સુધી મહોત્સવ સ્થળ સુધી પહોંચવા એસટી 50 બસ દોડાવશે.

પ્રમુખ સ્વામીની જન્મ જયંતિ નીમિત્તે રાજકોટમાં ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં મોટી સંખ્યામાં ભક્તો અને સંતો ઉપસ્થિત રહેશે

મહંતસ્વામી મહારાજ તારીખ 2 ડિસેમ્બર રવિવારથી 16 ડિસેમ્બર રવિવાર સુધી કુલ 12 દિવસ રાજકોટમાં રોકાણ કરશે. જે દરમિયાન પ્રમુખસ્વામી મહારાજના 98મા જન્મજયંતી મહોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવશે.

આ તસવીરમાં પ્રમુખ સ્વામી એક ગરીબ વ્યક્તિને તેના આશિર્વાદ આપી રહ્યા છે.

11 દિવસીય મહોત્સવમાં દરરોજ સવારના સેશનમાં શહેરની જુદી જુદી સ્કૂલ-કોલેજોના વિદ્યાર્થીઓ સ્વામિનારાયણનગર અને પ્રદર્શન નિહાળવા આવશે. આ માટે અત્યાર સુધીમાં ધોરણ 4થી 12ના 1 લાખ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન પણ કરાવી દીધું છે. દરેક છાત્રને સવારનો નાસ્તો અને બપોરે ભોજન પ્રસાદ પણ સ્વામિનારાયણનગરમાં જ અપાશે. છાત્રો અને શિક્ષકોને BAPSના 250 ગાઈડ સમગ્ર પ્રદર્શનના દર્શન કરાવશે.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link