20 મિનિટ સુધી ફ્લાઇઓવર પર કેવી રીતે ફસાયો PM મોદીનો કાફલો, સામે આવી તસવીરો

Wed, 05 Jan 2022-5:07 pm,

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એક નિવેદન જારી કરીને કહ્યું કે આજે સવારે પીએમ નરેન્દ્ર મોદી (Narendra Modi) ભટિંડા પહોંચ્યા, જ્યાંથી તેઓ હેલિકોપ્ટર દ્વારા હુસૈનીવાલા સ્થિત રાષ્ટ્રીય શહીદ સ્મારક જવાના હતા. વરસાદ અને નબળી વિઝિબિલિટીના કારણે, પીએમ હવામાન ચોખ્ખું થવા માટે લગભગ 20 મિનિટ રાહ જોતા હતા. જ્યારે હવામાનમાં સુધારો ન થયો તો નક્કી કરવામાં આવ્યું હતું કે તેઓ રોડ માર્ગે નેશનલ મેરીટોરીયસ મેમોરિયલની મુલાકાત લેશે, જેમાં 2 કલાકથી વધુ સમય લાગશે.

નિવેદન અનુસાર, 'ડીજીપી પંજાબ પોલીસ દ્વારા જરૂરી સુરક્ષા વ્યવસ્થાની પુષ્ટિ કર્યા પછી, તેઓ રોડ માર્ગે મુસાફરી કરવા માટે આગળ વધ્યા હતા. હુસૈનીવાલામાં રાષ્ટ્રીય શહીદ સ્મારકથી લગભગ 30 કિમી દૂર, જ્યારે પીએમનો કાફલો ફ્લાયઓવર પર પહોંચ્યો, ત્યારે જાણવા મળ્યું કે કેટલાક વિરોધીઓએ રસ્તો રોકી દીધો હતો. આ પછી પીએમ મોદી 15-20 મિનિટ સુધી ફ્લાયઓવર પર અટવાયા હતા. પીએમની સુરક્ષામાં આ એક મોટી ખામી હતી.

ગૃહ મંત્રાલયે કહ્યું, "પંજાબ સરકારને પ્રધાનમંત્રીના સમયપત્રક અને પ્રવાસની યોજનાઓ વિશે પહેલાથી જ જાણ કરવામાં આવી હતી. પ્રક્રિયા મુજબ, તેઓએ સુરક્ષા માટે જરૂરી વ્યવસ્થા કરવાની સાથે સાથે આકસ્મિક યોજના તૈયાર રાખવાની રહેશે. ઉપરાંત, આકસ્મિક યોજનાને ધ્યાનમાં રાખીને, પંજાબ સરકારે રસ્તા દ્વારા કોઈપણ હિલચાલને સુરક્ષિત કરવા માટે વધારાની સુરક્ષા તૈનાત કરવી પડશે, જે સ્પષ્ટપણે તૈનાત કરવામાં આવી ન હતી. 

આ સુરક્ષા ચૂક બાદ બઠિંડા એરપોર્ટ પર પરત ફરવાનો નિર્ણય લેવામાં આવ્યો. ગૃહ મંત્રાલયે સુરક્ષામાં આ ગંભીર ચૂકનું સંજ્ઞાન લેતાં રાજ્ય સરકાર પાસે વિસ્તૃત રિપોર્ટ માંગ્યો છે. રાજ્ય સરકારે પણ આ ચૂકની જવાબદારી નક્કી કરી સખત કાર્યવાહી કરવા માટે કહ્યું છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link