પહેલા માનવતા અને બાદમાં ધર્મ, આ શબ્દો સાચવીને આ દરગાહમાં ઉજવાય છે દિવાળી

Wed, 07 Nov 2018-1:09 pm,

કમરુદ્દીન શાહ દરગાહના ગાદીનસીન એજાઝ નબીએ જણાવ્યું કે, આ દરગાહનો સાંપ્રદાયિક સૌહાર્દનો સંદેશ આજથી નહિ, પણ વર્ષો જૂનો છે. અંદાજે 250 વર્ષ પહેલા સૂફી સંત કમરુદ્દીન શાહ હતા. જેમની સંત ચંચલનાથ સાથે ગાઢ મિત્રતા હતી. બંને મળવા માટે જ્યારે દરગાહ અને આશ્રમથી નીકળતા હતા, તો એક ગુફામાં મળતા હતા. એટલું જ નહિ, બંનેનો એક જ સંદેશ હતો કે, ઝુઝનુમાં સાંપ્રદાયિક સૌહાર્દ અને કોમી એકતા બની રહે. 

ગાદીનશીન એજાઝ નબીએ કહ્યું કે, સૂફીઝમની ખાસિયત છે કે, પહેલા માનવતા, બાદમાં ધર્મ. આ શબ્દોને ઝુઝનુના લોકોએ પોતાના મનમાં વસાવી મૂક્યાં છે. આ જ કારણ છે કે, દીવાળીના પ્રસંગે દરગાહને દીપોની રોશનીથી સજાવવામાં આવે છે. તો ઈદ પણ બંને ધર્મના લોકો સાથે મળીને ઉજવે છે. 

કમરુદ્દીન શાહ અને ચંચલનાથ મહારાજાએ જે પરંપરા 200-250 વર્ષ પહેલા શરૂ કરી હતી, તે આજે પણ ચાલુ છે. સાથે જ હિન્દુ-મુસ્લિમ એકતા, ભાઈચારો અને સૌહાર્દ આજે પણ અહીં જીવંત છે. તેનો સંદેશ આખા દેશમાં જાય છે. 

એવું નથી કે, અહીં માત્ર દિવાળી જ સાથે ઉજવાય છે. પરંતુ અહીં હિન્દુઓ પણ ધામધૂમથી ઈદ ઉજવે છે. દરગાહમાં જ્યારે ઉર્સ આવે છે ત્યારે કવ્વાલીની સાથે ભજન પણ ગાવામાં આવે છે. ઉર્સની મોટી વિધિ ફાતિહામાં વિવિધ દરગાહના ગાદીનશીન લોકો ઉપરાંત આશ્રમોના મહંત પણ ભાગ લે છે, અને શાંતિની પ્રાર્થના કરે છે. આ જ કારણ છે કે, 1947ના રમખાણો હોય કે 1992ના, અહીં અમન અને શાંતિ હંમેશા રહે છે.

દરગાહમાં દિવાળી ઉજવાતા હિન્દુ સમુદાયની યુવા પેઢી બહુ જ ખુશી અનુબવે છે. અહીંના યુવકો સમગ્ર દેશ માટે એક મિસાલની જેમ છે. યુવા કાર્તકર્તા દિનેશ સુંડાએ જણાવ્યું કે, અમે પણ દિવાળી દરગાહમાં ઉજવવા માટે ઉત્સુક રહે છે. બંને સમુદાયના લોકો એકસાથે ફટાકડા ફોડે છે, અને દીપ પ્રગટાવે છે. જેનાથી અખંડ ભારતની તસવીર સામે આવે છે. કોઈ સ્વાર્થ વગર લોકો અહીં એકબીજાને ખુશી વહેંચે છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link