RBI એ લોન્ચ કર્યો 20 રૂપિયાનો નવો સિક્કો, જાણો કેવી હશે ડિઝાઇન
રિઝર્વ બેંક ઓફ ઇન્ડીયા (Reserve Bank of India)એ તાજેતરમાં જ 20 રૂપિયાનો નક્કો સિક્કો લોન્ચ કર્યો છે. તેની ડિઝાઇનિંગ મુંગેલીના પુત્ર સ્પનિલ સોનીએ કરી છે. નેશનલ ઇંસ્ટીટ્યૂટ ઓફ ડિઝાઇનિંગ (NID)અમદાવાદના વિદ્યાર્થી રહી ચૂકેલા સ્વપ્નિલે આ સિક્કાને ગત વર્ષે ડિઝાઇન કર્યો હતો, જ્યારે RBI એ આ સિક્કાને ડિઝાઇન કરવા માટે એપ્લિકેશન માંગી હતી. દેશભરમાંથી મળેલી એપ્લિકેશનોમાંથી સ્વપ્નિલના ડિઝાઇને આરબીઆઇએ સિલેક્ટ કર્યો હતો.
સ્વપ્નિલના અનુસાર તેમની ડિઝાઇન કરવામાં આવેલો સિક્કો બાકી સિક્કાથી અલગ છે. તેમાં કૃષિ પ્રધાન ભારતની ઝલક જોવા મળી રહી છે અને 12 ખૂણા છે. સિક્કાની વચ્ચે કોપર (Copper) અને નિકલ (Nickel)નો ઉપયોગ કરવામાં આવ્યો છે. ખાસ વાત એ પણ છે કે તેને અંધ વ્યક્તિ પણ સરળતાથી ઓળખી શકે છે. સિક્કાના અલગ ભાગ પર અશોક સ્તંભ (Ashoka Pillar)અને તેની નીચી સત્યમેવ જયતે લખ્યું છે. અશોક સ્તંભની જમણી તરફ ભારત અને ડાબી તરફ ઇન્ડીયા લખ્યું છે. સિક્કાની પાછળના ભાગ પર હિંદી અને અંગ્રેજીમાં 20 રૂપિયા અંકિત કર્યા છે.
સ્વપ્નિલ ખૂબ ખુશ છે તેમની ડિઝાઇન કરેલો સિક્કો આખા દેશમાં જોવા મળશે. સ્વપ્નિલને તેના માટે એક લાખ રૂપિયાનું ઇનામ પણ મળ્યું છે. મુંગેલીના એક્સાઇ વિભાગમાં ડ્રાઇવર પદેથી નિવૃત થયેલા વીરેન્દ્ર સોનીના પુત્ર સ્વપ્નિલને બાળપણથી જ ડિઝાઇનિંગમાં રૂચિ હતી. તેમની પ્રારંભિક શિક્ષા ગામના સરસ્વતી મંદિરમાં થઇ હતી.
સ્વપ્નિલ નેશનલ સ્કૂલ ઓફ ડિઝાઇન અમદાવાદમાં પીજીનો અભ્યાસ કરી રહ્યો છે. ભારત સરકારે જ્યારે સિક્કાની ડિઝાઇનની જવાબદારી ડિઝાઇનિંગ સાથે જોડાયેલી સંસ્થાઓને આપી તો આ સ્પર્ધામાં નેશનલ સ્કૂલ ઓફ ડિઝાઇન અમદાવાદ પણ સામેલ થઇ હતી. આ સંસ્થામાં અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓમાં સ્પર્ધા થઇ તો 20 રૂપિયા માટે છત્તીસગઢના સ્વપ્નિલને આપવામાં આવ્યો કન્સપેટ સિલેક્ટ થયો.
ભારતીય રિઝર્વ બેંક મોટાભાગના કરન્સીની ડિઝાઇન માટે દેશભરમાં એપ્લિકેશન માંગે છે. જો તમારે ડિઝાઇનિંગનો શોખ છે અને તમારી પાસે કોઇ સારો કોન્સેપ્ટ છે તો તમારો પણ સિક્કો દેશમાં ચાલે છે.