Photos : ઉત્તરાખંડ જાઓ તો આ એક જગ્યાએ જરૂર રોકાજો, સ્થાનિક યુવકોની કમાલની કારીગરી જોવા મળશે

Sun, 13 Jan 2019-10:36 am,

ઉત્તરાખંડમાં અનેક એવા ગામ છે, જે રાજ્ય ગઠન બાદ ખાલી થઈ ગયા છે. હાલમાં જ ઉત્તરાખંડ પલાયન આયોગે જે આંકડા જાહેર કર્યા છે, તેમાં 7 વર્ષોમાં જ 700 ગામ ખાલી થયાનો ઉલ્લેખ કરાયો છે. રિપોર્ટમાં 10 વર્ષોથી લગભગ 4 લાખ લોકોએ પહાડીમાંથી પલાયન કર્યું છે. ઉત્તરાખંડા 5 પહાડી જિલ્લા પૌડી, ટિહરી, રુદ્રપ્રયાગ, પિથૌરાગઢ અને અલ્મોડામાં પલાયનની સ્થિતિ સૌથી વધુ ચિંતાજનક છે. એટલું જ નહિ, ભારત-ચીન બોર્ડર સાથે જોડાયેલ 14 ગામ પણ વિરાન થઈ ચૂક્યા છે, જે બહુ જ ચિંતાજનક બાબત છે. 

મસૂરી અને ધનોલ્ટી ફ્રુટ બેલ્ટ વિસ્તારમાં ચંબાથી માત્ર સાત કિલોમીટર દૂર પર ચોપડિયાલ ગામ આવેલું છે. હિંમત સિંહ પુડીરનું આ ભવન 2014ના પહેલાથી લગભગ ખંડેર બની ચૂક્યું હતું. તેના બાદ અભય શર્મા અને યશ ભંડારીએ પર્વતીય શૈલીથી બનેલા આ ઘરને લીઝ પર લીધું અને અંદાજે એક વર્ષની મહેનત બાદ તેને ફરીથી જીવંત કર્યું. 

2015થી પહાડી હાઉસમાં દેશવિદેશના સેંકડો પર્યટકો રોકાઈ ચૂક્યા છે. આ ઘરમાં જ્યારે પણ મુસાફરોનું આગમન થાય છે, તો પારંપરિક વાદ્ય યંત્રો ઢોલ દમઉની સાથે તેમનું સ્વાગત કરવામા આવે છે. સ્થાનિક વાદ્ય યંત્રોથી સ્વાગત બાદ મુસાફરોને પટાલથી બનેલ ઘરમાં રાત્રિ વિશ્રામ કરવા દેવાય છે. પહાડી હાઉસની ચારે તરફ સફરજન, પુલમ, આડુ, નાશપતિના વૃક્ષો છે અને સામે હિમાયલની પહાડીઓ લોકોને મંત્રમુગ્ધ કરે છે. 

પહાડી હાઉસને કારણે અનેક સ્થાનિક લોકોને રોજગારની તકો મળી છે. નત્થીરામ સેમવાલ જણાવે છે કે, પહાડી હાઉસની ખાસિયત એમ પણ છે કે, અહીં મુસાફરોની પહાડી ભોજન પીરસવામાં આવે છે. અહીં કામ કરનારા લોકો ગાઈડની ભૂમિકા પણ ભજવે છે અને મુસાફરોના કહેવા પર તેમને આસપાસના ગ્રામીણ વિસ્તારોનું ભ્રમણ પણ કરાવે છે. 2015 બાદ અહીં જર્મની, ફ્રાન્સ, જાપન, કેનેડા અને અમેરિકાથી આવનાર વિદેશી સહેલાણીઓની સંખ્યા વધી ગઈ છે.

ચોપડિયાલ ગામમાં હિંમત સિંહ પુડીરના જૂના ઉજડાઉ મકાનને પુન જીવિત કરીને રોજગારના નવા વિકલ્પ શોધવામાં આવી રહ્યાં છે. તેઓ કહે છે કે, તેમનું જૂનુ મકાન જ્યારે ખંડેર થયું, તો ત્યાં આસપાસ કંઈ પણ થતુ ન હતું. પરંતુ આજે હું ખુશ છું. આંકડા પર નજર કરીએ તો, અંદાજે 32 લાખ લોકો પહાડોને છોડીને નીકળી ગયા છે અને અંદાજે 3 લાખ ઘર પર તાળા લાગી ચૂક્યા છે. જેથી આ ઘર ખંડેર બની ગયા છે. પહાડોનું જીવન વિરાન બની ગયું હતું, તે હવે ફરીથી આબાદ બની રહ્યું છે. પહાડોમાંથી યુવકોનું પલાયન રોકવા માટે રાજ્ય સરકાર ભલે મોટા મોટા દાવા કરતી હોય, પણ અજય શર્મા જેવા યુવકોએ સાબિત કરી બતાવ્યું કે, જો કંઈ નવુ વિચારવામાં આવે તો ખંડેર ઘરોને પણ ફરી જીવંત કરીને તેમાં નવો જીવ ફૂંકી શકાય છે અને રોજગારી ઉભી કરી શકાય છે. 

ઉત્તરાખંડના પર્વતીય વિસ્તારમાં પર્વતીય શૈલીમાં બનેલા આ ભવન બહુ જ મજબૂત હોય છે. હકીકતમાં, પર્વતીય વિસ્તારોમાં બનેલા પારંપરિક ઘર વૈજ્ઞાનિક દ્રષ્ટિથી બહુ જ ફાયદાકારક હોય છે. સ્થાનિક પત્થરો, માટી, છાણ અને લાકડાથી બનેલા આ ઘર ઠંડીમાં ગરમી અને ગરમીમાં ઠંડીનો અહેસાસ કરાવે છે. સાથે જ ભૂકંપની દ્રષ્ટિથી પણ આવા ઘર મજબૂત માનવામાં આવે છે. ભૂર્ગવ વૈજ્ઞાનક એસપી સતીએ કહ્યું કે, 1803ના ગઢવાલના ભૂકંપ બાદ પર્વતીય વિસ્તારોમાં લોકોએ સ્થાનિક વસ્તુઓથી મકાન નિર્માણનું કામ શરૂ કર્યું હતું. સ્થાનિક માટી, પત્થર, લાકડુ અને છાણથી તૈયાર કરવામાં આવેલ પર્વતીય ભવન ગરમીમાં ઠંડી અને ઠંડીમાં ગરમીનો અહેસાસ કરાવે છે. પર્વતીય વિસ્તારોમાં ભૂકંપનો ખતરો પણ વધુ હોય છે, તેથી આવામાં સિમેન્ટના મકાનોને બદલે પારંપરિક ભવન ફાયદાકારક સાબિત થાય છે. 1991માં ઉત્તરકાશી ભૂકંપ અને 1999માં ચિમોલીમાં આવેલ ભૂકંપમાં સિમેન્ટના મકાન ધ્વસ્ત થઈ ગયા હતા. જ્યારે કે, પર્વતીય શૈલીથી બનેલ મકાન ઓછા ક્ષતિગ્રસ્ત થયા હતા. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link