માસ્ટર બ્લાસ્ટરની દીકરીનો નાઈટ ડેટનો ફોટો થયો વાયરલ, સારા કોને કરી રહી છે ડેટ?
માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરની દીકરી સારા તેંડુલકર તેના ખૂબસૂરત દેખાવના સોશિયલ મીડિયા પર હમેશાં ફોટો શેર કરતી રહે છે.
સારા તેંડુલકરની બાલકની ફોટો પર જ્યારે એક્ટર કાર્તિક આર્યને કોમેન્ટ કરી હતી ત્યારે તેની ખુબ જ ચર્ચા થઈ હતી. સારા વિશે તેના ફેન્સ કોમેન્ટ કરી તેને બોલીવૂડમાં આવવાની સલાહ આપી રહ્યા છે.
સચિન તેંડુલકરની દીકરીનું નામ સારા અને દીકરાનું નામ અર્જૂન છે. બંનેની તસવીર પહેલાથી સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે. અર્જૂન આઇપીએલની ગત સીઝનમાં મુંબઇ ઇન્ડિયન્સનો ભાગ હતો.
સારા અને કનિકા સારા મિત્ર છે અને સોશિયલ મીડિયા પર તેમની મિત્રતા ઘણીવાર જોવા મળે છે. બંને આ પહેલા લંડનમાં ઘણી વખત એક સાથે જોવા મળી ચુક્યા છે.
સારા તેંડુલકરે બોલીવૂડ સિંગર કનિકા કપૂર સાથે તસવીરો શેર કરી છે. જેમાં તે તેનો હાથ પકડી જોવા મળી રહી છે. કનિકા કપૂરે પણ તેના એકાઉન્ટ પર આવી એક તસવીર શેક કરી છે.
સારાએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરી છે. આ સ્ટોરીને શેર કરવાની સાથે સારા તેંડુલકરે લખ્યું સ્પેશિયલ ડેટ નાઈટ. ત્યારબાદ અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે આખરે કોની સાથે ડટ પર જઈ રહી છે. થોડા મહિના પહેલા સારા અને શુભમન ગિલને લઇને ઘણી અફવાઓ ચાલી રહી હતી.