Pic: યુદ્ધનો ડર દૂર થતા ભારત-પાકિસ્તાન વચ્ચેની ટ્રેન આજે ફરી દોડશે, આ કારણોને લીધે છે વિશ્વમાં એકમાત્ર ખાસ ટ્રેન
ભારત તરફથી આ ટ્રેન દિલ્હીથી અટારી સુધી અને પાકિસ્તાનની લાહોરથી વાઘા સુધી દોડે છે. પુલવામા હુમલા બાદ ટ્રેનમાં મુસાફરોની સંખ્યામાં ઘટાડો થયો હતો. નહિ તો સામાન્ય રીતે તેની સીટ્સ 70 ટકા ભરેલી હોય છે. ભારત તરફથી કરાયેલા એર સ્ટ્રાઈક બાદ પાકિસ્તાને આ ટ્રેન પોતાના તરફથી રદ કરી હતી. 28 ફેબ્રુઆરીએ આ ટ્રેન બંધ થઈ હતી. જોકે, હવે આજે 3 માર્ચથી આ ટ્રેન ફરીથી પાટા પર દોડશે. રવિવારે રાત્રે 11.10 કલાકે આ ટ્રેન ભારતના અટારી સ્ટેશનથી લાહોર જવા રવાના થશે. તો લાહોર તરફથી સોમવારે આ ટ્રેન દોડશે.
22 જુલાઈ, 1976ના રોજ પાકિસ્તાન અને ભારતના પંજાબના અટારી-લાહૌર વચ્ચે એક ટ્રેનની શરૂઆત કરવામાં આવી હતી. આ ટ્રેનને બંને દેશોની વચ્ચે અમન અને શાંતિનો મેસેજ આપતા સમજૌતા એક્સપ્રેસ એવું નામ આપવામાં આવ્યું હતું. - વર્ષ 1971માં ભારત પાકિસ્તાન યુદ્ધ બાદ તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધી દ્વારા પાકિસ્તાન સાથે મળીને સિમલા સમજૌતા થયો હતો. આ વચ્ચે ભારત પાકિસ્તાન રેલવે સીમાને જોડવાની વાત રાખવામાં આવી હતી. જોકે, અટારી અને લાહૌર પહેલેથી જ રેલવે માર્ગ સાથે જોડાયેલું હતું, તો સમજૌતા એક્સપ્રેસને ચલાવવામાં વધુ સમય ન લાગ્યો.
સમજૌતા એક્સપ્રેસ પાકિસ્તાનના લાહૌરથી સવારે 8 વાગીને 30 મિનીટ પર રવાના થાય છે. ક્યાંય રોકાયા વગર ટ્રેન સીધી જ ભારતના અટારી પર ‘અટારી શ્યામ સિંહ સ્ટેશન’ પર આવીને રોકાય છે. અહીં આવવા માટે 27 કિલોમીટરની સફર ચાર કલાકમાં પૂરી કરે છે. ટ્રેનની સ્પીડ માત્ર 7 કિલોમીટર પ્રતિ કલાક હોય છે.
ટ્રેનની સ્પીડ ધીમી હોવાનું કારણ એકમાત્ર એક છે કે, તે મુસાફરોની સુરક્ષા માટે હોય છે. ભારત અને પાકિસ્તાન બંને તરફના બીએસએફના જવાન ઘોડા પર સવાર થીને ટ્રેનની સાથે સાથે ડબ્બાને કવર કરતા ચાલે છે. આ ટ્રેન સપ્તાહમાં બે વાર મંગળવાર અને ગુરુવારે પાકિસ્તાન તરફ જાય છે અને રાત્રે ભારતથી પાકિસ્તાન જાય છે. ટ્રેન ચાલતા પહેલા બંને દેશોના સ્ટેશન પર પાટાની પૂરતી તપાસ કરવામાં આવે છે. ટ્રેનના ડબ્બા, સીટ, દરેક ચીજ બારીકાઈથી તપાસવામાં આવે છે.
પાકિસ્તાન તરફથી આ ટ્રેન અચાનક બંધ કરી દેવાતા અટારી સ્ટેશન પર પાકિસ્તાની મુસાફરો અટવાયા હતા. ત્યારે રેલવે સ્ટેશન પર મુસાફરોને ખાવાનું ખવડાવાયું હતું. પંજાબ પોલીસ તરફથી શુક્રવારે પાકિસ્તાન જવા માટે સમજૌતા એક્સપ્રેસની રાહ જોઈ રહેલા મુસાફરોને ખાવાનું આપવામાં આવ્યું હતું.