માત્ર 15,000 રૂપિયાથી શરૂ કરો આ બિઝનેસ, 1 લાખથી વધુ થશે કમાણી, સરકાર આપશે 90 ટકા સુધીની લોન

Tue, 08 Jun 2021-2:35 pm,

સેનેટરી પેડનો બિઝનેસ એક એવો બિઝનેસ છે કે જેની માગ હંમેશા રહે છે. આ એક એવો બિઝનેસ છે કે જે સિઝનેબલ નથી આ બિઝનેસ દરેક સિઝનમાં ચાલે છે. આ બિઝનેસ કરવા માટે તમને સરકારની મદદ પણ મળે છે. સેનેટરી યુનિટ લગાવવા માટે તમારે તમારા ખિસ્સામાંથી માત્ર 15,000 રૂપિયા કાઢવા પડશે.

 

 

Knowledge: Flight માં મોટેભાગે Female સ્ટાફ જ કેમ હોય છે? તમે વિચારતા હશો એ નહીં, કંઈક અલગ જ છે કારણ

સેનેટરી પેડનો વેપાર શરૂ કરવા માટે તમને સરકાર મુદ્રા સ્કીમ હેઠળ (Mudra Loan Scheme) લોન આપે છે. આ બિઝનેસથી પહેલા તમે 1 લાખ 10 હજાર રૂપિયા સુધી કમાણી કરશો ત્યાર પછીના વર્ષોમાં તમારો નફો વધતો જશે.

 

 

ગરમીમાં કપડાં પહેર્યા વિના સુઈ જવાની આદત છે? તો ફરી આવી ભૂલ કરતા પહેલાં આ વાંચી લેજો

રોજના 180 પેકેટનું ઉત્પાદન કરતું યુનિટ લગાવાથી 1.45 લાખ રૂપિયા ખર્ચો થશે. 1.45 લાખના 90 ટકા એટલે કે 1.30 લાખ રૂપિયાની મુદ્રા સ્કીમ અંતર્ગત લોન લઈ શકાય છે બાકીના 15 હજાર રૂપિયા તમારે પોતાના ખિસ્સામાંથી કાઢવા પડશે.

 

 

Anupamaa ના કલાકારોને તો તમે ઓળખો છો, પણ આ બધા કેટલું ભણીને સીરિયલમાં આવ્યાં છે એ પણ જાણી લો...

સરકારે સેનેટરી પેડ બિઝનેસનો એક પ્રોજેક્ટ તૈયાર કર્યો છે. પ્રોજેક્ટ રિપોર્ટ અનુસાર, સેનેટરી પેડ યુનિટ માટે સોફ્ટ ટચ સીલિંગ મશીન, નેપકીન કોર ડાઈ, યૂવી ટ્રીટ યુનિટ, ડિફાઈબ્રેશન મશીન, કોર મોર્નિગ મશીન લગાવવું પડશે. આ મશીન લાવવાનો ખર્ચ થશે 70,000 રૂપિયા. મશીન ખરીદ્યા પછી રો-મટીરીયલ જેવા કે વુડ પલ્પ, ટોપ લેયર, બ્રેકલેયર, રિલીઝ પેપર, ગુંદર, પેકિંગ કવરની વ્યવસ્થા કરવાની રહેશે. રો-મટિરિયલનો ખર્ચ 36,000 રૂપિયા થશે.

 

ગાંધીનગરના બેંક મેનેજરે સાપ પકડવા માટે નોકરીમાંથી રાજીનામું ધર્યું, અત્યાર સુધી પકડ્યા 1600 સાપ!

એક વર્ષમાં 300 દિવસ તમારું મશીન ચાલે છે તો લગભગ 54,000 (180x300=54,000) સેનેટરી પેડના પેકેટનું ઉત્પાદન કરી શકો છો. આટલા પેકેટના ઉત્પાદન પર વર્ષે 5.9 લાખનો ખર્ચ આવશે. સેનેટરી પેડના એક પેકેટનો ભાવ 13 રૂપિયા છે તો આ હિસાબથી 7 લાખ રૂપિયા મળે તો 5.9 લાખ રૂપિયાના ખર્ચ પાછળ 7 લાખ રૂપિયા મળે તો 1 લાખ કરતા વધુનો ચોખ્ખો નફો દર વર્ષે થાય.

 

 

જામનગરના ખેડૂતો જેવી ટેકનીક અપનાવશો તો તમે પણ કમાઈ જશો, હાલ ખેતીમાં વીઘા દીઠ મેળવે છે અધધધ નફો...

આ બિઝનેસને શરૂ કરવા માટે કોઈ મોટી ફેક્ટરી કે શેડની જરૂર નથી. આ બિઝનેસ તમે એક નાના રૂમમાં પણ શરૂ કરી શકો છો. જો તમે સેનેટરી પેડનો બિઝનેસ કરવા માંગો છો તો તમે માત્ર 16x16 ફૂટના રૂમમાં આ બિઝનેસ કરી શકો છો.

 

 

દુનિયાનું સૌથી રહસ્યમય ગામ: જ્યાં રહેતા મનુષ્યો અને પ્રાણીઓ બધા જ છે અંધ! કારણ જાણીને તમને પણ છૂટી જશે કંપારી

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link