સરદાર પટેલની પ્રતિમાની અંદર લગાવી છે લિફ્ટ, બહારથી દેખાય છે મનમોહક નજારો
આ મૂર્તિની ખાસ વાત આ છે કે તેમાં દેશના પહેલા ગૃહમંત્રી સરદાર વલ્લભ ભાઇ પટેલની સાદગીને આરામથી જોઇ શકાય છે. આ મૂર્તિમાં સરદાર વલ્લભ ભાઇ પટેલ પોતાની પારંપરિક વેશભૂષામાં જોવા મળી રહ્યાં છે. સરદાર પટેલ ઘેડવાળા ફૂર્તા-ધોતી, કોટી અને ખભા પર શાલ ઓઢતા હતા.
ગુજરાતના કેવડિયામાં નર્મદા નદી પર બનેલા સરદાર સરોવર ડેમથી માત્ર 3.32 કિલોમીટર દૂર આ વિશાળકાય પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે. આ મૂર્તિને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 31 ઓક્ટોબરે અનાવરણ કરશે.
આ સ્મારકનો પાયો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી હતા તે સમયે 31 ઓક્ટોબર, 2013એ સરદાર પટેલની 138મી વર્ષગાંઠના દિવસ પર નાખ્યો હતો. ગુજરાતના સીએમ હતા ત્યારે નરેન્દ્ર મોદીની ઇચ્છા હતી કે વલ્લભ ભાઇ પટેલની એવી મૂર્તિ બનાવવામાં આવે જે વર્લ્ડમાં સૌથી ઉંચી પ્રતિમા હોય.
ગુજરાતમાં બનાવવામાં આવેલા આ સ્ટેચ્યૂની વાત એ છે કે તેની અંદર બે લિફ્ટ મુકવામાં આવી છે. સ્ટેચ્યૂ બહારથી જેટલું સુંદર દેખાઇ રહ્યું છે, એટલું જ અંદરથી પણ મનમોહક હશે. સ્ટેચ્યૂની અંદર બનાવવામાં આવેલી લિફ્ટ અહીંયા આવનારા પર્યટકોને ઉપર સુધી લઇ જશે. જ્યાં સરદાર પટેલના દિલ પાસે એક ગેલેરી બનાવવામાં આવી છે, ત્યાં પર્યટકોને સરદાર પટેલ ડેમ અને વેલીનો મનમોહક નજારો જોવા મળશે.
સરદાર પટેલની પ્રતિમાના અનાવરણની સાથે જ શ્રેષ્ઠ ભારત ભવનની શરૂઆત કરવામાં આવશે. આ ભવનને ખાસ રીતે તૈયાર કરવા માટે 50થી વધુ રૂમ તૈયાર કરવામાં આવશે. પર્યટકોને આકર્ષવા માટે આ જગ્યા પર એક ખાસ વેલી પણ બનાવવામાં આવશે. આ સાથે જ પર્યટકોને ખાવા-પીવા માટે પણ ફૂડ કોર્ટ પણ તૈયાર કરવામાં આવશે.
નર્મદા ઘાટ પર સરદાર પટેલની આ આધુનિક પ્રતિમાને નક્કી કરેલા સમય પર તૈયાર કરવા માટે 4076 મજૂરોને બે શિફ્ટમાં કામ કર્યું છે. રિપોર્ટના અનુસાર, આ મુર્તીનું નિર્માણ 800 ભારતીય અને 200 ચીનના કારીગરોએ મળીને કર્યું છે.
ઉલ્લેખનિય છે કે ભારતના ઇતિહાસમાં સરદાર વલ્લભ ભાઇ પટેલ એક માત્ર એવા પુરૂષ હતા, જેમને દુનિયા પણ આયર્ન મેન માનતી હતી. આ મૂર્તિનું નિર્માણ માટે કેન્દ્ર સરકારે દેશના ખુણે-ખૂણેથી આયર્ન મંગાવવામાં આવ્યું હતું.