ક્ષત્રિયો અને કોંગ્રેસના જીતના દાવાનો સટ્ટા બજારે પરપોટો ફોડ્યો, આ 9 બેઠકો પર ખૂલ્યા ભાવ
ગુજરાતમાં ઓછા મતદાન વચ્ચે સટ્ટાબજારમાં લોકસભાની નવ બેઠકના ભાવ બુકી બજારે ખોલ્યા છે. આ બેઠકો પર જીતના ક્ષત્રિયો અને કોંગ્રેસે મસમોટા દાવાઓ કર્યા છે. સટ્ટા બજાર અહીં ભાજપને ફેવરિટ ગણાવી રહ્યું છે. ભલે રાજસ્થાનમાં ફલૌદી બજારમાં એનડીએની સીટો ઘટાડવાનો ભાવ ચાલી રહ્યો છે પણ સૌરાષ્ટ્રનું સટ્ટા બજાર ભાજપને વન વે જીતાડી રહ્યું છે. સટ્ટા બજારે જે સીટોના ભાવ ખોલ્યા છે એ ગુજરાતની વિવાદીત સીટો છે. જ્યાં હાલમાં ભાજપને નુક્સાન થવાના અહેવાલો સામે આવી રહ્યાં છે. ગુજરાતમાં 60 ટકા મતદાન વચ્ચે સંગઠન કાગળ પરનું વાઘ સાબિત થયું છે. 1.91 કરોડ ગુજરાતીઓ મતદાન સુધી પહોંચ્યા નથી.
ભાજપ સંગઠનના તમામ આયોજનો માત્ર કાગળ પર રહ્યાં છે. મસમોટા મંત્રીઓ અને નેતાઓના મત વિસ્તારમાં 55 ટકાની આસપાસ મતદાન સાબિત કરી રહ્યું છે કે ભાજપના કાર્યકરો મતદારોને બુથ સુધી લાવવામાં સફળ રહ્યાં નથી. ગુજરાતમાં ક્ષત્રિય આંદોલન વચ્ચે સંકલન સમિતિએ પણ આ 9 બેઠકોમાંથી ભાજપ 7 હારી રહ્યું હોવાના દાવાઓ કર્યા છે. કોંગ્રેસને પણ આ બેઠકો પર પરિવર્તન થવાની આશા છે. જેને પગલે ગુજરાતનું સટ્ટા બજાર પણ સક્રિય થઈ ગયું છે. સૌરાષ્ટ્રના સટ્ટા બજારે રાજકોટ, સુરેન્દ્રનગર, જુનાગઢ, પોરબંદર, ભાવનગર, જામનગર, પાટણ, બનાસકાંઠા અને આણંદ બેઠકના ભાવ ખુલ્યા છે. બુકી બજારના મતે આ નવ બેઠક ઉપર ભાજપ ફેવરિટ છે. બુકી બજારના મતે પોરબંદર સીટ સૌથી વધુ સુરક્ષિત છે. પાટણ અને બનાસકાંઠા બેઠક ઉપર મૂકી બજારના મતે રસાકસી રહે તેવી શક્યતા છે.
રાજકોટ , પરસોતમ રૂપાલા ભાજપ (૭ પૈસા ફેવરિટ) આણંદ, મિતેશ પટેલ ભાજપ (૩૦પૈસા ફેવરિટ) બનાસકાંઠા, રેખાબેન ચૌધરી ભાજપ (૨૫ પૈસા ફેવરિટ) જામનગર, પૂનમબેન માડમ (૧૦પૈસા ફેવરિટ) ભાવનગર, નિમુબેન બાંભણિયા (૧૦ પૈસા ફેવરિટ) પોરબંદર મનસુખ માંડવીયા (૩પૈસા ફેવરિટ) જૂનાગઢ, રાજેશ ચુડાસમા (૧૫ પૈસા ફેવરિટ) સુરેન્દ્રનગર, ચંદુભાઈ સિહોરા (૧૦ પૈસા ફેવરિટ) પાટણ, ભરતસિંહ ડાભી (૨૦ પૈસા ફેવરિટ)
જીત:- પરસોતમ રૂપાલાની જીત ઉપર એક લાખ રૂપિયાનો દાવ બાંધવામાં આવે તો 7,000 રૂપિયા મળે હાર:- પરસોતમ રૂપાલાની હાર માટે ૧૨ પૈસા ભાવ છે જેમાં કોઈ હાર માટે એક લાખ રૂપિયાનો દાવ રમે અને પરસોતમ રૂપાલા જીતી જાય તો સટો લગાડનારને ૧૨ હજારની નુકસાની થાય અને હારી જાય તો એક લાખ રૂપિયાની આવક થાય
જીત:- રેખાબેન ચૌધરીની જીત ઉપર એક લાખ રૂપિયાનો દાવ રમવામાં આવે તો એક લાખના રોકાણ બદલ ૨૫,000 હજાર રૂપિયા મળે અને રેખા ચોધરીની હાર થાય તો એક લાખ રૂપિયાનું સટ્ટો રમનારને નુકસાન થાય હાર:- રેખા ચોધરીની હાર માટેનો ભાવ ૩૫ પૈસા છે. સટ્ટો રમનાર વ્યક્તિ રેખા ચૌધરીની હાર માટે 1,00,000 રૂપિયાનો દાવ રમે અને રેખા ચૌધરીની હાર થાય તો એક લાખ રૂપિયાનો સટ્ટો રમનારને ફાયદો થશે અને કદાચ રેખા ચૌધરી જીતી જાય તો સટ્ટો રમનારને ૩૫,૦૦૦ની નુકસાની થાય
જીત:- રાજેશ ચુડાસમાની જીત ઉપર એક લાખ રૂપિયાનો દાવ રમવામાં આવે તો એક લાખના રોકાણ બદલ ૧૫,૦૦૦ હજાર રૂપિયા મળે અને રાજેશ ચુડાસમાની હાર થાય તો એક લાખ રૂપિયાનું સટ્ટો રમનારને નુકસાન થાય હાર:- રાજેશ ચુડાસમાની હાર માટેનો ભાવ ૨૫ પૈસા છે. સટ્ટો રમનાર વ્યક્તિ રાકેશ ચુડાસમાની હાર માટે 1,00,000 રૂપિયાનો દાવ રમે અને રાજેશ ચુડાસમાની હાર થાય તો એક લાખ રૂપિયાનો સટ્ટો રમનારને ફાયદો થશે અને કદાચ રાકેશ ચુડાસમા જીતી જાય તો સટ્ટો રમનારને ૨૫,૦૦૦ની નુકસાની થાય
જીત:- પુનમબેન માડમની જીત ઉપર એક લાખ રૂપિયાનો દાવ રમવામાં આવે તો એક લાખના રોકાણ બદલ ૧૦,000 હજાર રૂપિયા મળે અને પુનમબેન માડમની હાર થાય તો એક લાખ રૂપિયાનું સટ્ટો રમનારને નુકસાન થાય હાર:- પુનમબેન માડમની હાર માટેનો ભાવ ૨૦ પૈસા છે. સટ્ટો રમનાર વ્યક્તિ પુનમબેન માડમની હાર માટે 1,00,000 રૂપિયાનો દાવ રમે અને પુનમબેન માડમની હાર થાય તો એક લાખ રૂપિયાનો સટ્ટો રમનારને ફાયદો થશે અને કદાચ પુનમબેન માડમ જીતી જાય તો સટ્ટો રમનારને ૨૦,000ની નુકસાની થાય
જીત:- નિમુબેન બાંભણિયાની જીત ઉપર એક લાખ રૂપિયાનો દાવ રમવામાં આવે તો એક લાખના રોકાણ બદલ ૧૦,૦૦૦ હજાર રૂપિયા મળે અને નિમુબેન બાંભણિયાની હાર થાય તો એક લાખ રૂપિયાનું સટ્ટો રમનારને નુકસાન થાય હાર:- નિમુબેન બાંભણિયાની હાર માટેનો ભાવ ૨૦ પૈસા છે. સટ્ટો રમનાર વ્યક્તિ નિમુબેન બાંભણિયાની હાર માટે 1,00,000 રૂપિયાનો દાવ રમે અને નિમુબેન બાંભણિયાની હાર થાય તો એક લાખ રૂપિયાનો સટ્ટો રમનારને ફાયદો થશે અને કદાચ નિમુબેન બાંભણિયા જીતી જાય તો સટ્ટો રમનારને ૨૦,૦૦૦ની નુકસાની થાય
જીત:- મિતેશ પટેલની જીત ઉપર એક લાખ રૂપિયાનો દાવ રમવામાં આવે તો એક લાખના રોકાણ બદલ 30,000 હજાર રૂપિયા મળે અને મિતેશ પટેલની હાર થાય તો એક લાખ રૂપિયાનું સટ્ટો રમનારને નુકસાન થાય હાર:- મિતેશ પટેલની હાર માટેનો ભાવ 40 પૈસા છે. સટ્ટો રમનાર વ્યક્તિ મિતેશ પટેલની હાર માટે 1,00,000 રૂપિયાનો દાવ રમે અને મિતેશ પટેલની હાર થાય તો એક લાખ રૂપિયાનો સટ્ટો રમનારને ફાયદો થશે અને કદાચ મિતેશ પટેલ જીતી જાય તો સટ્ટો રમનારને 40,000ની નુકસાની થાય
જીત:- મનસુખ માંડવીયાની જીત ઉપર એક લાખ રૂપિયાનો દાવ રમવામાં આવે તો એક લાખના રોકાણ બદલ ૩,૦૦૦ હજાર રૂપિયા મળે અને મનસુખ માંડવીયાની હાર થાય તો એક લાખ રૂપિયાનું સટ્ટો રમનારને નુકસાન થાય હાર:- મનસુખ માંડવીયાની હાર માટેનો ભાવ ૦૭ પૈસા છે. સટ્ટો રમનાર વ્યક્તિ મનસુખ માંડવીયાની હાર માટે 1,00,000 રૂપિયાનો દાવ રમે અને મનસુખ માંડવીયાની હાર થાય તો એક લાખ રૂપિયાનો સટ્ટો રમનારને ફાયદો થશે અને કદાચ મનસુખ માંડવીયા જીતી જાય તો સટ્ટો રમનારને ૭,૦૦૦ની નુકસાની થાય
જીત:- ચંદુભાઈ સિહોરાની જીત ઉપર એક લાખ રૂપિયાનો દાવ રમવામાં આવે તો એક લાખના રોકાણ બદલ ૧૦,૦૦૦ હજાર રૂપિયા મળે અને ચંદુભાઈ સિહોરાની હાર થાય તો એક લાખ રૂપિયાનું સટ્ટો રમનારને નુકસાન થાય હાર:- ચંદુભાઈ સિહોરાની હાર માટેનો ભાવ ૨૦ પૈસા છે. સટ્ટો રમનાર વ્યક્તિ ચંદુભાઈ સિહોરાની હાર માટે 1,00,000 રૂપિયાનો દાવ રમે અને ચંદુભાઈ સિહોરાની હાર થાય તો એક લાખ રૂપિયાનો સટ્ટો રમનારને ફાયદો થશે અને કદાચ ચંદુભાઈ સિહોરા જીતી જાય તો સટ્ટો રમનારને ૨૦,૦૦૦ની નુકસાની થાય
જીત:- ભરતસિંહ ડાભીની જીત ઉપર એક લાખ રૂપિયાનો દાવ રમવામાં આવે તો એક લાખના રોકાણ બદલ ૨૦,૦૦૦ હજાર રૂપિયા મળે અને ભરતસિંહ ડાભીની હાર થાય તો એક લાખ રૂપિયાનું સટ્ટો રમનારને નુકસાન થાય હાર:- ભરતસિંહ ડાભીની હાર માટેનો ભાવ ૩૦ પૈસા છે. સટ્ટો રમનાર વ્યક્તિ ભરતસિંહ ડાભીની હાર માટે 1,00,000 રૂપિયાનો દાવ રમે અને ભરતસિંહ ડાભીની હાર થાય તો એક લાખ રૂપિયાનો સટ્ટો રમનારને ફાયદો થશે અને કદાચ ભરતસિંહ ડાભી જીતી જાય તો સટ્ટો રમનારને ૩૦,૦૦૦ની નુકસાની થાય