હાર્ટ એટેક આવતા પહેલા સૂન્ન થવા લાગે છે શરીરના આ 5 અંગ, જરાય વિલંબ કર્યા વગર પહોંચી જજો ડોક્ટર પાસે

Thu, 31 Aug 2023-8:38 am,

ડોક્ટરોના જણાવ્યાં મુજબ હાર્ટ યોગ્ય રીતે પમ્પિંગ ન કરી શકતું હોય તો હાર્ટની સાથે સાથે તેની આજુબાજુના ભાગ પણ પ્રભાવિત થઈ શકે છે. જેના કારણે કમરનો ઉપરનો ડાબો ભાગ સૂન્ન મહેસૂસ થાય ચે. આ સાથે જ તેમાં હળવો દુખાવો પણ મહેસૂસ થઈ શકે છે. 

એક્સપર્ટના જણાવ્યાં મુજબ હ્રદયરોગનો હુમલો થતા  પહેલા ડાબી બાજુનું જડબું સૂન્ન થઈ શકે છે કે પછી દર્દ મહેસૂસ થઈ શકે છે. અનેકવાર તેમાંથી એક લક્ષણ મહેસૂસ થઈ શકે છે અને ક્યારેક બંને. જો  કોઈ વ્યક્તિને આ લક્ષણ મહેસૂસ થતું હોય તો બેદરકારી વર્તવી જોઈએ નહીં. તરત ડોક્ટરને બતાવવું જોઈએ. 

હાર્ટ એટેકના અનેક કેસમાં પીડિતનો ડાબી બાજુનો ખભો સૂન્ન થવાના મામલા સામે આવ્યા છે. અસલમાં શરીરની ડાબી બાજુ જ આપણું હ્રદય હોય છે. આવામાં હાર્ટ સમસ્યા આવતા શરીરની ડાબી બાજુના ભાગમાં બ્લડ સર્ક્યુલેશન અટકવા લાગે છે. જેના કારણે તે સૂન્ન થઈ જાય છે. આ લક્ષણ ભૂલેચૂકે ઈગ્નોર કરવું જોઈએ નહીં. 

હાર્ટના કામકાજમાં મુશ્કેલી થવા પર ગરદનની ડાબી બાજુના ભાગ પર અસર પડતી હોય છે. લોહીની આપૂર્તિમાં અડચણ આવતા ગરદનનો ડાબી બાજુનો  ભાગ સૂન્ન થઈ જાય છે. આ સાથે જ તેમાં ધીરે ધીરે દુખાવો પણ મહેસૂસ થવા લાગે છે. જો તરત સારવાર ન મળે તો સ્થિતિ ગંભીર બની શકે છે. 

હ્રદયરોગનો હુમલો થતા પહેલા શરીરના અનેક ભાગોમાં લોહીનું પરિભ્રમણ ઓછું થઈ જાય છે. જેના કારણે જે ભાગ સૂન્ન મહેસૂસ થાય છે. તેમાં ડાબો હાથ પણ સામેલ છે. જો તમને ડાબા હાથમાં ઝનઝનાટી મહેસૂસ થતી હોય તો એલર્ટ થઈ જાઓ. જરૂરી નથી કે હાર્ટ પ્રોબ્લમના કારણે જ આવું થતું હોય પરંતુ ડોક્ટરને જરૂર દેખાડવું જોઈએ. 

(Disclaimer: અહીં આપેલી જાણકારી ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link