ઓટોમેટિક કાર તૈયાર કરવાની દિશામાં ગુજરાતના વિદ્યાર્થીઓએ ભરી હરણફાળ, એમેઝોન વેબ સર્વિસની કાર દોડાવી
ઓટોમેટીક કાર રેસિંગ તાલિમ અને કોમ્પિટિશનનું સિલ્વર ઓક યુનિવર્સિટી ખાતે આયોજન કરાયું હતું. જેમાં રાજ્યની વિવિધ એન્જિનિયરિંગ કોલેજની 120 ટીમોએ સ્પર્ધામાં ભાગ લીધો હતો.
સામાન્ય રીતે આ પ્રકારની કાર સરળતાથી ઉપલબ્ધ થતી નથી. પરંતુ સિલ્વર ઓક યુનિવર્સિટી ખાતે સ્થાપિત કરવામાં આવેલ એમેઝોન એકેડમીના સહયોગથી પહેલીવાર આ પ્રકારની કાર લાવવામાં આવી હતી.
વિશ્વના અલગ અલગ દેશોમાં ઓટોમેટીક કારના પ્રોડક્શન ક્ષેત્રે કામ થઈ રહ્યુ છે, ત્યારે ભારત અને ગુજરાતમાં વિદ્યાર્થીઓ પ્રત્યક્ષ રીતે પ્રેક્ટીકલ જ્ઞાન મેળવે તે હેતુથી 'એમેઝોન વેબ સર્વિસ ડીપ રેસર લીગનું' આયોજન કરાયું હતું.
મહત્વનું છે કે, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને અલ્ગોરિધમનો ઉપયોગ કરીને એક મોડલ સેટ કરાયું હતું.