કોહલીને ખુલ્લેઆમ પ્રપોઝ કરનાર મહિલા ક્રિકેટરે પોતાની ગર્લફ્રેન્ડ સાથે કર્યા લગ્ન!

Tue, 11 Jun 2024-10:05 am,

ડેનિયલ વ્યાટ ત્યારે ચર્ચામાં આવી જ્યારે તેણે કોહલીને જાહેરમાં પ્રપોઝ કરીને સનસનાટી મચાવી. વર્ષ 2014માં તેણે ટ્વિટર પર એક પોસ્ટ કરી હતી જેમાં લખ્યું હતું કે, 'કોહલી મારી સાથે લગ્ન કરો..' તે દરમિયાન ભારતીય દિગ્ગજ વિરાટ કોહલી બાંગ્લાદેશના પ્રવાસે હતો.

 

2023 ની શરૂઆતમાં, ડેનિયલ વ્યાટે તેની ભાગીદાર જ્યોર્જિયા હોજ સાથે સગાઈ કરી. તેની સોશિયલ મીડિયા પોસ્ટ પરથી આ વાતની પુષ્ટિ થઈ છે. તેણે પોસ્ટમાં લખ્યું, 'ફરેવર માઈન'. હવે તેણે જ્યોર્જિયા સાથે લગ્ન કરીને બધાને ચોંકાવી દીધા છે.

 

ડેનિયલ વ્યાટે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને ફેન્સને પોતાના લગ્ન વિશે જાણકારી આપી છે. તેણે પોસ્ટમાં લગ્નના ત્રણ ફોટા શેર કર્યા છે. જ્યોર્જિયા અને ડેનિયલ સફેદ ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહ્યાં છે. ભારતીય મહિલા ટીમની સ્ટાર શેફાલી વર્માએ પણ તેને લગ્ન માટે શુભેચ્છા પાઠવી છે.

 

મીડિયા રિપોર્ટ્સ અનુસાર ડેનિયલ વ્યાટની પાર્ટનર જ્યોર્જિયા પણ સ્પોર્ટ્સ જગત સાથે જોડાયેલી છે. જ્યોર્જિયા હોજ CAA બેઝ નામની લંડન સ્થિત મહિલા ફૂટબોલ ટીમની કેપ્ટન છે. બંને લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે.

ડેનિયલ વ્યાટ 33 વર્ષની છે અને તે ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમનું પ્રતિનિધિત્વ કરી રહ્યી છે. અત્યાર સુધી તે ઈંગ્લેન્ડની ટીમ માટે 110 ODI અને 156 T20 મેચ રમી ચુક્યી છે. જેમાં તેના નામે 1907 અને 2726 રન છે. તેણે બંને ફોર્મેટમાં 2-2 સદી પણ ફટકારી છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link