બોલીવુડની આ 7 હોટ હીરોઈન હીરોની `પ્રેમિકા` અને `માતા` બંને બની ચૂકી છે, PHOTOS જોઈને આંચકો લાગશે
હિન્દી ફિલ્મોમાં અભિનેત્રીઓની કરિયર ખુબ ઓછી ગણાતી હોય છે. કહેવાય છે કે અભિનેત્રીઓની કરિયર ફક્ત 4-5 વર્ષ સુધી જ રહેતી હોય છે. આ જ કારણ છે કે થોડા વર્ષો બાદ અભિનેત્રીઓને ફિલ્મોમાં સિનિયર રોલ ઓફર થવા લાગે છે. જ્યારે તેમની સાથેના હીરો અનેક વર્ષો સુધી લીડિંગ હીરો તરીકે જ જોવા મળતા હોય છે. આ જ કારણે કેટલીક અભિનેત્રીઓએ ખુબ જલદી માતાની ભૂમિકા ભજવવાની શરૂ કરી દીધી હતી. આ અભિનેત્રીઓ પોતાના જ લીડિંગ હિરોની માતાની ભૂમિકામાં પણ જોવા મળી. જુઓ લિસ્ટ...
આમ દો દરેક ફિલ્મપ્રેમી એ વાતથી વાકેફ છે કે ફિલ્મ મધર ઈન્ડિયામાં સુનીલ દત્તે પોતાની પત્ની અને દિગ્ગજ અભિનેત્રી નરગીસના પુત્રની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ વર્ષ 1957માં રિલીઝ થઈ હતી.
જ્યારે બહુ ઓછા લોકોને ખબર છે કે તેના બરાબર બે વર્ષ પહેલા આવેલી ફિલ્મ યાદેમાં સુનિલ દત્ત અને નરગીસ રોમેન્ટિક રોલમાં હતા.
દિગ્ગજ અભિનેત્રી વહીદા રહેમાન અને અમિતાભ બચ્ચને આમ તો અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. ફિલ્મ અદાલતમાં વહીદા રહેમાન અમિતાભની લીડિંગ અભિનેત્રી હતી. ફિલ્મ મહાનમાં અભિનેત્રીએ અમિતાભ બચ્ચનની માતા અને લવર બંનેની ભૂમિકા ભજવી હતી.
ત્રિશુલ, નમક હલાલ અને કુલી જેવી અનેક ફિલ્મોમાં અમિતાભ બચ્ચનની માતાની ભૂમિકા વહીદા રહેમાન ભજવી ચૂકી છે. જ્યારે ઉમરમાં તો અમિતાભ કરતા ફક્ત ચાર વર્ષ જ મોટી હતી.
અભિનેત્રી શર્મિલા ટાગોરે બેશર્મ, દેશપ્રેમી જેવી ફિલ્મોમાં અમિતાભ બચ્ચનની પ્રેમિકાની ભૂમિકા ભજવી હતી. જ્યારે ત્યારબાદ અભિનેત્રીએ ફિલ્મ દેશપ્રેમીમાં અભિનેતાની બીમાર માતાની ભૂમિકા પણ ભજવી હતી.
તમિલ ફિલ્મ સ્ટાર રજનીકાંત અને શ્રીદેવી ફિલ્મ ચાલબાઝમાં રોમેન્ટિક રોલમાં જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં શ્રીદેવી ડબલ રોલમાં હતી. જ્યાં એક બાજુ તે સની દેઓલ સાથે રોમાન્સ કરતી જોવા મળી હતી ત્યાં બીજી બાજુ તે રજનીકાંતની હીરોઈન હતી.
પરંતુ ખુબ ઓછા લોકો જાણે છે કે ફિલ્મ અભિનેત્રી શ્રીદેવી રજનીકાંતના માતાની ભૂમિકા પણ ભજવી ચૂકી છે. તમિલ ફિલ્મ મુંદરુ મુદીચુમાં અભિનેત્રીએ રજનીકાંતની સાવકી માતાની ભૂમિકા ભજવી હતી. ચોંકાવનારી વાત તો એ છે કે તે વખતે શ્રીદેવીની ઉંમર માત્ર 13 વર્ષ હતી.
ફિલ્મ કસ્મે વાદેમાં અભિનેત્રી રાખીએ અમિતાભ બચ્ચન સાથે ઓનસ્ક્રિન રોમાન્સ કર્યો હતો. તેમની પેર પણ લોકોને ખુબ ગમી હતી. પરંતુ ફિલ્મની રિલીઝના માત્ર 2 વર્ષ બાદ અભિનેત્રી અમિતાભ બચ્ચનની માતાની ભૂમિકા ભજવતી જોવા મળી.
રાખી જલદી ફિલ્મ શક્તિમાં અમિતાભ બચ્ચનની માતાની ભૂમિકામાં જોવા મળી હતી. આ ફિલ્મમાં તે દિલિપ કુમારની પત્નીની ભૂમિકામાં હતી.
ફિલ્મ આરાધનામાં અભિનેત્રી શર્મિલા ટાગોરે રાજેશ ખન્નાની માતા અને લવર બંનેની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં તેમની જોડી ખુબ હિટ રહી હતી.