સ્ટેચ્યુ ઓફ યુનિટી ‘દિલ’થી જોવી હોય તો ચુકવવા પડશે 350 રૂપિયા

Thu, 01 Nov 2018-11:56 am,

કેવડિયા કોલોની ખાતે નર્મદા નદીના કિનારે તૈયાર કરાયેલ વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું બુધવારે વડાપ્રધાન મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજ (તા.1 નવેમ્બર, 2018)થી સ્ટેચ્યુ ઓફ યુનિટી નાગરિકો માટે ખુલ્લું મકવાની જાહેરાત કરી હતી.

સ્ટેચ્યુ ઓફ યુનિટીની સરદારની પ્રતિમા નિહાળવા માંગતા પ્રવાસીઓ માટે નિયમિત રીતે સવારના 9 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી સમગ્ર પરિસર ખુલ્લું મુકવામાં આવ્યું છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળવા માંગતા પ્રવાસીઓ માટે પરિસર ખુલ્લું મુકવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં લિફ્ટમાં બેસીને સરદાર પટેલના હ્યદયમાંથી ડેમ અને અન્ય નજારો નિહાળવા માટે 350 રૂપિયાની ફી નિયત કરવામાં આવી છે.

સરદારની પ્રતિમા નિહાળવા માંગતા પ્રવાસીઓ માટે સમગ્ર પરિસર ખુલ્લું મુકવામાં છે. જો પ્રવાસીઓને બહારથી માત્ર સ્ટેચ્યુ અને પ્રદર્શન નિહાળવું હોય તો 120 રૂ.ની ફી ચુકવવાની રહેશે.

ભારત ભવન અને ટેન્ટ સિટીથી સ્ટેચ્યુ સુધી જવા માટે ખાસ બસો પણ મુકવામાં આવશે. આ માટેનો કોન્ટ્રાક્ટ પણ અપાઇ ગયો છે અને પ્રાથમિક તબક્કે 25 જેટલી બસો મુકવામાં આવશે.

કેવડિયા કોલોની ખાતે નર્મદા નદીના કિનારે તૈયાર કરાયેલ વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી પરનો 30 મિનિટ સુધી ચાલનારા આ લાઇટિંગ શો એ એક વિશ્વ રેકોર્ડ સમાન છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી પરનો લાઇટિંગ શો એ એક વિશ્વ રેકર્ડ સમાન છે. 30 મિનિટ સુધી ચાલનારા આ લાઇટિંગ શો એ એક અજાયબી સમાન છે. જે માત્ર છ દિવસમાં જ તૈયાર કરાયો છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી પરનો લાઇટિંગ શો માત્ર છ દિવસમાં જ તૈયાર કરાયો છે. 600 મીટર દૂરથી લાઇટિંગ કરાશે. જે 50 પ્રોજેકટર્સ લગાડીને તૈયાર કરાયું છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link