1 વર્ષ બાદ સૂર્ય દેવ કરશે મંગળના ઘરમાં પ્રવેશ, આ જાતકોને મળી શકે છે અપાર પૈસા અને પદ-પ્રતિષ્ઠા

Mon, 23 Sep 2024-3:24 pm,

જ્યોતિષમાં સૂર્ય ગ્રહને આત્માનો કારક માનવામાં આવ્યો છે. સાથે સૂર્ય ગ્રહોના રાજા માનવામાં આવે છે. તેથી જ્યારે સૂર્ય દેવની ચાલમાં ફેરફાર થાય છે તો માનવ જીવન પર ખાસ પ્રભાવ પડે છે. તમને જણાવી દઈએ કે સૂર્ય ગ્રહ નવેમ્બરમાં પોતાના મિત્ર મંગળના સ્વામિત્વવાળી વૃશ્ચિક રાશિમાં ગોચર કરવા જઈ રહ્યાં છે. જેનાથી કેટલાક જાતકોનું ભાગ્ય ચમકી શકે છે. સાથે તેને આકસ્મિક ધનલાભ થઈ શકે છે. માન-સન્માન અને પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થઈ શકે છે. આવો જાણીએ આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે.

તમારા લોકો માટે સૂર્ય દેવનું ગોચર લાભદાયક સાબિત થઈ શકે છે. કારણ કે આ ગોચર તમારી રાશિથી લગ્ન ભાવ પર બનવા જઈ રહ્યું છે. તેથી આ દરમિયાન તમારા આત્મવિશ્વાસમાં વધારો જોવા મળશે. સાથે વેપારમાં આર્થિક લાભનો યોગ બનશે અને તમને દરેક કાર્યમાં સફળતા મળશે. આ દરમિયાન તમે સમાજમાં લોકપ્રિય થશો અને તમને માન-સન્માન, પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થશે. સાથે આ સમયમાં પરીણિત લોકોનું લગ્ન જીવન શાનદાર રહેશે. આ સમયે જીવનસાથીની પ્રગતિ થઈ શકે છે. કુંવારા લોકોને લગ્નનો પ્રસ્તાવ આવી શકે છે.  

સૂર્ય દેવનું રાશિ પરિવર્તન સિંહ રાશિના જાતકો માટે અનુકૂળ સિદ્ધ થઈ શકે છે. કારણ કે સૂર્ય દેવ તમારી રાશિથી ચોથા ભાવમાં સંચરણ કરવા જઈ રહ્યાં છે. તેથી આ દરમિયાન તમને ભૌતિક સુખની પ્રાપ્તિ થઈ શકે છે. સાથે કાર્યક્ષેત્રમાં શુભ સમાચાર મળશે અને તમને નવું વાહન ખરીદવાની તક મળશે. પરિવારમાં ભાઈ-બહેન સાથે સારો તાલમેલ રહેશે. આ સમયે તમને પૈતૃક સંપત્તિનું સુખ મળી શકે છે. આ દરમિયાન તમારા માતા-પિતા સાથે તમારા સંબંધ મજબૂત બનશે. બિઝનેસમાં તમે પહેલા કરેલા રોકાણનો લાભ હવે તમને મળશે. 

તમારા લોકો માટે સૂર્ય દેવનું ગોચર લાભદાયક રહેશે. કારણ કે સૂર્ય દેવ તમારી ગોચર કુંડળીના કર્મભાવમાં સંચરણ કરવાના છે. તેથી આ દરમિયાન તમને કામ-ધંધામાં સફળતા મળી શકે છે. સાથે બિઝનેસ કરનાર લોકોને આ દરમિયાન કમાણી કરવાની ઘણી શાનદાર તક મળશે અને તેનાથી તમારી આવકમાં વધારો થશે. આ દરમિયાન બેરોજગાર લોકોને નોકરી મળી શકે છે. સાથે નોકરી કરનાર જાતકોને પ્રમોશન મળી શકે છે. આ દરમિયાન કરિયરમાં તમને આર્થિક લાભના ઘણા અવસર પ્રાપ્ત થશે. વેપારમાં આર્થિક પ્રગતિ થશે.

આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link