તુટી જશે સ્ટેચ્યૂ ઓફ યુનિટીનો રેકોર્ડ, જાણો ક્યાં બની રહી છે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા
સરદાર વલ્લભભાઇ પટેલના વિરાટ વ્યક્તિત્વને પ્રસ્તાપીત કરવા નર્મદા નદીના કાંઠે વિશાલ, સુંદર અને ભવ્ય પ્રતિમા બનાવામાં આવી છે.આ સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઉંચાઈ 182 મીટર છે.જેનું કુલ વજન 1700 ટન છે. મૂર્તિના પગની ઉંચાઇ 80 ફુટ, હાથની ઉંચાઇ 70 ફૂટ, ખભ્ભાની ઉંચાઇ 140 ફૂટ અને ચહેરાની ઉંચાઇ 70 ફૂટ છે.આ પ્રતિમા નર્મદા નદીના સરદાર સરોવર ડેમથી 3.5 કિલોમીટરથી દૂર આવેલી છે.જે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે.
સ્ટેચ્યૂ ઓફ યુનિટીનો રેકોર્ડ તુટે તો પણ વિશ્વની ઉંચી પ્રતિમાની યાદીમાં ટોપ 3 ભારતની જ હશે.આ પ્રતિમા તૈયાર થયા બાદ વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા 221 મીટરની ભગવાન રામની અયોધ્યામાં હશે.તો શિવાજી મહારાજની 212 મીટરની પ્રતિમાં મુંબઈમાં હશે.જ્યારે ત્રીજા નંબર પર 182 મીટરની પ્રતિમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી રહેશે.આમ ગુજરાતનો રકોર્ડ તુટશે પણ ભારતના 2 નવા રેકોર્ડ બનશે.
ક્યાંક રમકડાંનું વિમાન તો ક્યાં ભગવાનને ચઢાવાય છે ઘડિયાળ, જાણો આવા જ અનોખા TOP-10 મંદિરો વિશે
ગુજરાતનો રેકોર્ડ તોડવા માટે મુંબઈમાં અરબી સમુદ્રની વચ્ચે શિવાજી મહારાજની પ્રતિમા બની રહી છે.શરૂઆતમાં શિવાજીની પ્રતિમા 192 મીટર ઉંચી બનાવવાની થતી હતી.પરંતુ મહારાષ્ટ્ર સરકારે પાછળથી તેની ઉંચાઇ વધારીને 212 મીટર કરી છે.જેનું જળ પૂજન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 24મી ડિસેમ્બરે કર્યું હતું.આ સ્મારક તૈયાર થયા બાદ ન માત્ર દેશ પણ વિદેશના પ્રવાસીઓ માટે પણ આકર્ષણનું કેન્દ્ર બનશે.
PHOTOS: નખ જેટલાં નાના આ અનોખા પ્રાણીઓ તમે ક્યારેય નહીં જોયા હોય, પૃથ્વી પરના આ પ્રાણીઓને જોઈને રહી જશો દંગ
ભગવાન રામની આ પ્રતિમા 151 મીટર ઉંચી હશે.જેની ઉપર ઓવરહેડ છત્રની ઉંચાઇના 20 મીટર અને પ્રતિમાની પીઠની ઉંચાઇના 50 મીટર ઉમેરતાં કુલ 221 મીટરની ઉંચી પ્રતિમા હશે..આમ ભગવાન રામની વિરાટ પ્રતિમા દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા બનશે.
અયોધ્યામાં મર્યાદા પુરષોતમ ભગવાન રામની દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા બનાવવા યોગી સરકારે તૈયારીઓ કરી લીધી છે.447 કરોડના ખર્ચે ઉત્તરપ્રદેશ સરકાર આ વિરાટ પ્રતિમા બનાવશે.જેનું કામ પણ ચાલુ થઈ ગયું છે.
History of Indian Currency: ભારતના 1 રૂપિયાના સિક્કાથી લઈને 2 હજાર રૂપિયાની ચલણી નોટ સુધીની કહાની
દુનિયાની પ્રભાવશાળી અને ઉંચી પ્રતિમામાં અત્યાર સુધી ચાઇનાનું સ્પ્રિંગ ટેમ્પલ બુદ્ધ અને અમેરિકાના સ્ટેચ્યુ ઓફ લિબર્ટીનું નામ આવતું હતું.પરંતુ હવે સૌથી વધુ ઉંચાઈ અને પ્રભાવશાળી પ્રતિમા ભારત પાસે હશે.એ પણ એક બે નહીં પણ ટોપ 3.વિશ્વના બીજા દેશો હવે ટોપ 3માં પણ ભારતને નહીં પછાડી શકે.સૌથી ઉંચી પ્રતિમા ભગવાન રામની અને બીજા નંબર પર શિવાજી મહારાજ અને ત્રીજા નંબર પર લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા હશે.
રાવણે જ્યાં જટાયુની પાંખો કાપી હતી ત્યાં બની દુનિયાની સૌથી મોટી પક્ષી-પ્રતિમા, PHOTOS જોઈને તમે પણ રહી જશો દંગ