PHOTOS: નખ જેટલાં નાના આ અનોખા પ્રાણીઓ તમે ક્યારેય નહીં જોયા હોય, પૃથ્વી પરના આ પ્રાણીઓને જોઈને રહી જશો દંગ

દુનિયાભરમાં વિવિધ પ્રકારના પ્રાણીઓ, પશુઓ, પક્ષીઓ, જળચર જીવો, જીવ-જંતુઓ અને સરીશૃપ પ્રજાતિઓ વસવાટ કરે છે. પણ અહીં અમે આપને દર્શાવ્યાં છે દુનિયાના સૌથી નાના આકારના અનોખા પ્રાણીઓ. નાનકડાં કાચીંડાથી લઈને પિગ્મી વાંદરા સુધી પૃથ્વીના સૌથી નાના 10 પ્રાણીઓઃ જેની તસવીરો તમને અચંભામાં મુકી દેશે. 

ગૌરવ તંવર, અમદાવાદઃ કેટલાક પ્રાણીઓ એવા છે કે જે મનુષ્ય કરતા પણ મહાકાય છે અને કેટવલા ક માનવી જેટલા પણ છે પરંતુ અમે તમને આજે એટલા સુક્ષ્મ પ્રાણીઓનો પરીચય કરાવીશું કે જેની તમે કતલ્પના પણ નહીં કરી હોય.હાથીઓ અને વ્હેલ જેવા પ્રાણીઓથી તો તમે જાણકાર છે અને કૂતરા બીલાડી જેવા પ્રાણીને પણ તમે જાણો છો.હવે જોણો એટલા નાના પ્રાણીઓ વિશે કે જેમને તમે ભાગ્યે જ જંગલમાં જોયા હશે.


 

THE MONTE LBERIA ELEUTH

1/10
image

દેડકો આમ પણ નાનું પ્રાણી છે. તમને ખબર છે કે દુનિયામાં મોન્ટે આઇબેરિયા એલેથ અથવા ઇલેથરોડેક્ટીલસ આઇબેરિયા નામનો 0.4 ઇંચનો એક દેડકો છે. આ જાતિ ઉત્તરી ગોળાર્ધમાં સૌથા વધુ જોવા મળે છે.

A BROOKESIA MICRA

2/10
image

કાચિંડાને આપણે સૌએ જોયો છે. જે એના રંગ બદલવાના કારણે ઓળખાય છે. પૃથ્વી પર બ્રૂક્સિઆ માઇકરા નામનો એક એવો પણ કાચિંડો છે જે ફક્ત 1 ઇંચ લાંબો છે અને આ કાચિંડો માનવ આંગળીની ટોચ પર બેસી જાય એટલો હોય છે. સંશોધનકારોએ 2012ની શરૂઆતમાં મેડાગાસ્કરમાં વસવાટ કરતી આ પ્રજાતિઓની શોધ કરી છે.

SPECKLED PADLOPER TORTOISES

3/10
image

પૃથ્વી પરની સૌથી નાની પ્રજાતિનો કાચબો.આ કાચબો સ્પેક્ડ પેડલોપર અથવા હોમોપસ સિગ્નેટસ નામથી જાણીતો છે. તે 2.4 થી 3.1 ઇંચ સુધીનો હોય છે. આ જાતિઓની સંપૂર્ણ વસ્તી દક્ષિણ આફ્રિકાના નાના NAMAQUALAND ક્ષેત્રમાં જોવામાં મળે છે.

THE BEE HUMMING BIRD

4/10
image

આપણે ધણા પ્રકારના પક્ષીઓ જોયા છે પણ ક્યુબામાં પક્ષી એવી એક પ્રજાતી છે જે વિશ્વમાં સૌથી નાનું પક્ષી છે. હમિંગબર્ડ અથવા મેલીસુગા હેલે જેની સામાન્ય રીતે લગભગ 2.2 ઇંચ હોય છે. આ પક્ષીનું વજન ડાઇમ કરતા પણ ઓછું હોય છે. દેખાવમાં એ ઘણું સુંદર હોય છે.

WILLIAM'S DWARF GECKO

5/10
image

આપણે ઘરમાં ઘરોળી જોઈ લઈએ તો ડરી જઈએ છીએ. દુનિયામાં એવી પણ ઘરોળી છે. જેને ઘણાં લોકો પીરોજ અથવા ઇલેક્ટ્રિક બ્લુ ગેકો તરીકે જાણે છે. વિલિયમ્સના દ્વાર્ફ ગેકો અથવા લિગોડાક્ટિલસ વિલિયામસી ફક્ત 3 ઇંચ લાંબી હોય છે. તે ફક્ત તાંઝાનિયામાં જ જોવા મળે છે, આ પ્રજાતિને વિવેચનાત્મક રીતે જોખમી માનવામાં આવે છે.

THE MADAME BERTH'S MOUSE LEMUR

6/10
image

ઉંદર એવુ પ્રાણી છે જેને લોકો ઘરમાં પાળે પણ છે. આપણે નાના-મોટા દરેક પ્રકારના ઉંદર જોયા હશે. પણ 3.6 ઇંચનુ નિશાચર માઉસ લેમર ઉંદરમાં બીજું એવું નાનું પ્રાણી છે જે ફક્ત મેડાગાસ્કર ટાપુ પર જોવા મળે છે. નિશાચર માઉસ લેમર ઉંદર એકલા રહી શિકાર કરે છે અને તે ફક્ત 3.6થી 6.6 ઇંચ જેટલા હોય છે.

THE BARBADOS THREAD SNAKE

7/10
image

સાપનું નામ સાંભળીને લોકો ગભરાઇ જાય છે. સાપની પ્રજાતિ ઝેરી અને ખતરનાક હોય છે. વિશ્વનો સૌથી નાનો સાપ જે બાર્બાડોસ થ્રેડોનેક અથવા લેપ્ટોટાઇફ્લોપ્સ કાર્લાને માનવામાં આવે છે. આ સાપની સરેરાશ લંબાઈ 4.1 ઇંચની હોય છે. કેટલાક વૈજ્ઞાનિકો માને છે કે થ્રેડોનેક્સની સંપૂર્ણ વસ્તી બાર્બાડોસમાં કેટલાક ચોરસ કિલોમીટરની અંદરની વસવાટ કરે છે.

PYGMY MARMOSETS

8/10
image

તમે દુનિયામાં ધણા પ્રકારના વાનર જોયા હશે છે. જેમકે લંગુર, બબુન જેવા ધણા વાનર છે. પણ પિગ્મી માર્મોસેટ્સ અથવા સેબુએલા પિગમેઆ નામનુ વાનર વિશ્વનું સૌથી નાનું વાનર છે. પિગ્મી માર્મોસેટ્સ વાનર આંગળી જેટલુ જ હોય છે. આ વાનર દક્ષિણ અમેરિકાના વરસાદી જંગલોમાં જોવા મળે છે.

A FULLY GROWN DWARF INTERSHARK

9/10
image

આપણે જાણીએ છીએ કે શાર્ક માછલી કેટલી વિશાળ અને ખતરનાક હોય છે. પરંતુ પૃથ્વી પર શાર્કની સૌથી નાની પ્રજાતિ પણ છે. વામન ફાનસ અથવા ઇટમોપ્ટરસ પેરી નામની શાર્ક માછલી જે લગભગ 8.3 ઇંચની છે. વામન ફાનસના શરીરમાં પ્રકાશ-ઉત્પન્ન કરનારા અવયવો હોય છે જે તેને ઉંડા પાણીમાં નાના પ્રાણીઓને આકર્ષિત કરે છે.

THE PYGMY RABBIT

10/10
image

આપણે કેટલાય પ્રકારના સસલા જોયા છે. પરંતુ સસલામાં એક એવી જાતી છે  જે 9.25 થી 11.6 ઇંચ જેટલી જ હોય છે.આ જાતીને પિગ્મી કહે છે. પિગ્મીનામની સસલાની પ્રજાતી લુપ્ત થવાના આરે છે.આ પિગ્મી સસલું મુખ્યત્વે અમેરિકાના પશ્ચિમ તટ પરના બ્રેકિલેગ્સ ઇડાહોન્સિસમાં રહે છે.