આઈપીએલમાં આ ખેલાડીઓ સંભાળશે પોતાની ટીમની કમાન

Tue, 27 Feb 2018-8:01 pm,

મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન રોહિત શર્મા જ રહેશે. રોહિતને મુંબઈએ 15 કરોડમાં રિટેઇન કર્યો છે. રોહિત શર્મા મુંબઈને ત્રણ વખત આઈપીએલનું ટાઇટલ અપાવી ચૂક્યો છે. 

 

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો કેપ્ટન કોહલી જ રહેશે. વિરાટે બેંગ્લોરને હજુ સુધી એકપણ ટાઇટલ અપાવ્યું નથી પરંતુ બેંગ્લોરને વિરાટ પર વિશ્વાસ છે. 

 

કિંગ્સ ઈલેવન પંજાબે રવિચંદ્રન અશ્વિનને 7.6 કરોડમાં ખરીદ્યો હતો. પ્રિતી ઝીંટાએ અશ્વિનને ટીમનો કેપ્ટન બનાવી દીધી છે. આઈપીએલની તમામ ટીમોમાં અશ્વિન એકમાત્ર બોલર કેપ્ટન હશે. 

દિલ્હી ડેયરડેવિલ્સે દિલ્હી તરફથી ક્રિકેટ રમનાર ગૌતમ ગંભીરને સુકાન સોંપ્યું છે. ગૌતમ ગંભીરને કેપ્ટનશિપનો અનુભવ છે. આ પહેલા તે બે વાર કોલકત્તાને ચેમ્પિયન બનાવી ચૂક્યો છે. તેમ છતાં કેકેઆરે તેને રિટેઇન ન કરીને તમામને ચોંકાવ્યા હતા. 

 

રાજસ્થાન રોયલ્સે સ્ટીવ સ્મિથને પોતાની ટીમમાં રિટેઇન કરીને સુકાનીની જવાબદારી સોંપી છે. સ્મીથે ગત વર્ષે પૂણેની આગેવાની કરીને ટીમને ફાઇનલમાં પહોંચાડી હતી. 

 

ચેન્નઈ સુપર કિંગ્સે આશા પ્રમાણે મહેન્દ્ર સિંહ ધોનીને કેપ્ટન તરીકે રિટેઇન કર્યો છે. ધોનીની આગેવાનીમાં ટીમ બે વખત ચેમ્પિયન બની હતી. 

સનરાઇઝર્સ હૈદરાબાદે ફરી ડેવિડ વોર્નરના હાથમાં સુકાન સોંપવાનું નક્કી કર્યું છે. ડેવિડ વોર્નરે આઈપીએલમાં પોતાના શાનદાર પ્રદર્શનથી તમામને પ્રભાવિત કર્યા છે. 

કોલકત્તા નાઇટ રાઇડર્સ એકમાત્ર એવી ટીમ છે જેના કેપ્ટનની જાહેરાત કરવામાં આવી નથી. હરાજી બાદ જ ખ્યાલ આવ્યો કે કોલકત્તાએ કેપ્ટન બનાવવા માટે કોઈ ખેલાડીને ખરીદ્યો નથી. હાલમાં કેપ્ટનની રેશમાં દિનેશ કાર્તિક, રોહિન ઉથપ્પા અને ક્રિસ લિનનું નામ ચાલી રહ્યું છે.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link