New Dating App: આવી `Thursday` ડેટિંગ એપ, Week માં માત્ર એક જ દિવસ કરશે કામ
લંડનઃ હવે ફાલતુના ડેટિંગને ભુલી જાઓ. સતત આવી ડેટિંગ એપ પર સમય પસાર કરવાથી પણ તમને મનપસંદ સાથી નથી મળી રહ્યો. એવામાં બ્રિટનની કંપનીએ ખાસ ડેટિંગ એપ તૈયાર કરી છે. જે વીકમાં માત્ર એક જ દિવસ કામ કરે છે. કંપનીનું કહેવું છેકે, ડેટિંગની સાથો-સાથ રેગ્યુલર જીવન જીવવું પણ જરૂરી છે.
આ આઈટી કપંનીએ ટિંડેરેલા (Tinderella) કહેવાતી આ એપને બનાવી છે. જેનું નામ કંપનીએ `Thursday` ડેટિંગ એપ રાખ્યું છે. કંપનીએ કહ્યુંકે, આ એપ સપ્તાહમાં માત્ર એક જ દિવસ કામ કરશે અને એ છે થર્સ ડે. આ ઉપરાંતના 6 દિવસ તમારે તમારી રેગ્યુલર જીવનશૈલી પણ જીવવાની છે. તેથી તેના પર અસર ન પડે તેના માટે આ એપને વીકમાં એક જ દિવસ માટે કાર્યરત કરાઈ છે.
દુનિયાભરમાં ઢગલાંબંધ ડેટિંગ એપ ચાલતી હોય છે. જોકે, લંડન અને ન્યૂયોર્કમાં શરૂ થયેલી આ ડેટિંગ એપ અનોખી છે. થર્સડે ડેટિંગ એપ વીકમાં એક જ દિવસ કામ કરતી હોવા છતાં અત્યાર સુધીમાં 1.10 લાખ લોકો તેને ડાઉનલોડ કરી ચૂક્યાં છે. કંપનીનું કહેવું છેકે, દરરોજ ડેટિંગ પાર્ટનર શોધી શોધી ને લોકો નિરાશ થઈ જાય છે. તેથી જ આ એકને વીકમાં એક જ દિવસ માટે કાર્યરત રાખવામાં આવી છે.
કંપનીએ નક્કી કર્યું છેકે, સિંગલ એટલેકે, અપરિણીત હોવું એ કોઈ ગુનો નથી. એવામાં લોકોએ ડેટિંગ એપ પર સમય પસાર કરવાની જગ્યાએ અસલી દુનિયાને જોવામાં વધારે સમય પસાર કરવો જોઈએ. કંપનીએ આ એપની પ્રાઈવર્સિ પોલીસી પર ખાસ ધ્યાન આપ્યું છે.
લંડન બેસ્ટ આ કંપનીનું કહેવું છેકે, થર્સડે એપ અત્યારે ભલે માત્ર લંડન અને ન્યૂયોર્કમાં જ કામ કરી રહી હોય પણ નજીકના સમયમાં દુનિયાના અન્ય શહેરોમાં પણ આ એપની સેવા શરૂ કરી દેવામાં આવશે. કંપનીએ જાણકારી આપી છેકે, અત્યાર સુધીમાં 1 લાખ કરતા વધારે લોકો આ એપ ડાઉનલોડ કરી ચૂક્યા છે. અને ઘણાં બધા લોકોને આ એપ થકી મનપસંદ પાર્ટનર પણ મળી રહ્યાં છે.