આજે શનિ જયંતી પર બુધ-શુક્રની યુતિથી બન્યો કલા યોગનો સંયોગ, આ 5 રાશિવાળાનું ભાગ્ય ઉઘડી જશે

Thu, 06 Jun 2024-10:47 am,

વૈદિક જ્યોતિષ મુજબ શનિ જયંતીના દિવસે બની રહેલા શુભ યોગનો લાભ 5 રાશિઓને મળવાનો છે. આ રાશિઓને ભાગ્યનો સાથ મળવાથી તમામ કાર્યો પૂરા થશે. ધર્મ કર્મના કાર્યોમાં પણ સામેલ થશો. જાણો કોના માટે લકી રહેશે આ સમય....

મેષ રાશિવાળા માટે નવી તકનો સમય છે. નવા કામમાં રૂચિ વધશે. સાંસારિક સુખ અને સુવિધાઓમાં વધારો થશે. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. કોઈ મોટી સમસ્યાનો સામનો કરવો પડશે નહીં. પોતાનો બિઝનેસ હશે તો તમને લાભની અનેક તકો મળશે અને કાર્યો ખુબ સમજી વિચારીને કરશો. નોકરીયાતોને મોટા અધિકારીઓનો  લાભ મલશે અને આવકમાં વધારો થશે. સરકારી સિસ્ટમથી મોટો લાભ મળવાથી મન પ્રસન્ન રહેશે અને અધૂરી ઈચ્છાઓ પૂરી થશે. કોટુંબિક અને પરણીત જીવન સારું રહેશે. મિત્રો અને ભાઈઓનો સહયોગ મળશે. જેનાથી તમારા ઉપર બોજો ઘટશે. 

કર્ક રાશિવાળા માટે શુભ ફળદાયી રહેશે આ દિવસ. સારા સમાચાર મળશે અને અંગત કામોમાં તમારો રસ વધશે. રોકાણ કરેલું હશે તો સારું વળતર મળશે. નોકરીયાતોની આવક વધવાના ચાન્સ છે. તમારા ક્ષેત્રમાં તમારો પ્રભાવ વધશે. જે લોકો રોજગારીની શોધ  કરી રહ્યા છે તેમની કરિયરની શરૂઆત થઈ શકે ચે. પરિવારના કોઈ સભ્ય સાથે તમારા સંબંધ સારા નહી હોય તો ગેરસમજ દૂર થતા સંબંધ મજબૂત થશે. 

કન્યા રાશિવાલાને અટકેલા ધનની પ્રાપ્તિના યોગ બની રહ્યા છે. અપ્રત્યાશિત સ્ત્રોતોથી ધનની આવક થઈ શકે છે. ભાઈઓ વચ્ચે ભાઈચારો મજબૂત થશે. જીવનમાં સુખ સુવિધાઓ વધશે. વેપારીઓ હરિફોને બરાબરની ટક્કર આપશે જેના કારણે નફો થશે. નોકરીયાત જાતકોની કરિયર જલદીથી પ્રગતિના રસ્તે જશે અને આવકમાં વધારાની અનેક સારી તકો મળશે. ભાગીદારીમાં કામ કરનારાઓને ફાયદો થશે. 

ધનુ રાશિવાળા માટે ખુબ જ ખાસ છે આ સમય. એક પછી એક લાભકારી તકો મળતી રહેશે. જીવનને સકારાત્મક દિશા પણ આપી શકશે. કાલે તમે નવી સંપત્તિ કે વાહન ખરીદી શકો છો. પરિવાર સાથે પિકનિક વગેરે પર જવાની યોજના બનાવી શકો છો. શનિદેવની કૃપાથી જીવનમાં ચાલતી પરેશાનીઓથી મુક્તિ મળશે. નોકરીયાતોને નોકરીમાં ફેરફારની યોજના ઘડી રહ્યા હોવ તો તમને સારી તકો મળશે અને કરિયર મજબૂત થશે. કોટુંબિક જીવનની વાત કરીએ તો ભાઈ બહેન સાથે સંબંધ મજબૂત રહેશે અને સમયસર બધા કામ પૂરા થશે. 

કુંભ રાશિવાળા માટે સમય મહત્વપૂર્ણ છે. શનિદેવની કૃપાથી અટકેલા કામો પાર પડવા લાગશે. ભાગ્યનો સાથ મળવાથી મનની મુરાદ પૂરી થશે. કેટલાક મિત્રો રોકાણ સંલગ્ન યોજના વિશે જણાવી શકે છે. જેમાં પૈસા રોકવા સારા રહી શકે છે. વેપારીઓને સારો નફો થશે. શાખ પણ વધશે. પૈતૃક સંપત્તિ સંલગ્ન મામલાઓમાં જીત મળી શકે છે. કેટલાક નવા સંપર્કોથી તમને લાભ થશે. જે વિદ્યાર્થીઓ વિદેશમાં અભ્યાસ કરવા માંગે છે તેમને તક મળી શકે છે. 

Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link