Varun Dhawan અને Natasha Dalalના Wedding પર દુલ્હનની જેમ શણગારાયું `ધ મેન્શન હાઉસ`

Sat, 23 Jan 2021-8:06 pm,

લગ્ન માટે અલીબાગ સ્થિત 'ધ મેન્શન હાઉસ' (The Mansion House) શણગારવામાં આવ્યું છે. લગ્નમાં દુલ્હા-દુલ્હનના પરિવાર ઉપરાંત નજીકના મિત્રો હાજરી આપશે.

લગ્નને સંપૂર્ણ રીતે ઇન્ટિમેટ અફેર રાખવાની તૈયારી કરવામાં આવી છે. તેમ છતાં લગ્ન સાથે જોડાયેલા નાની-મોટા સમાચાર સામે આવી રહ્યા છે.

વરૂણ ધવન અને નતાશા દલાલ (Varun Dhawan-Natasha Dalal) 24 જાન્યુઆરીના લગ્નના બંધનમાં બંધાશે. નતાશા, વરૂણની બાળપણની મિત્ર છે અને બંને લાંબા સમયથી રિલેશનશિપમાં છે.

લગ્નમાં મહેમાન ભલે ઓછા છે, પરંતુ તેમના માટે કરવામાં આવેલી વ્યવસ્થાઓ વૈભવી છે. આ રિસોર્ટના એક રાતનું ભાડુ લગભગ સાડા ચાર લાખ રૂપિયા છે.

વરૂણ ધવન અને નતાશા દલાલના લગ્ન માટે તે બંનેના પરિવાર અને તમામ મહેમાનો 3 દિવસ સુધી અહીં રોકાશે. લગ્નમાં કરણ જોહર અને આલિયા ભટ્ટ પણ સામેલ થવાના છે.

વરૂણ ધવન અને નતાશા દલાદનો લગ્ન સમારંભ શરૂ થઈ ગયો છે. લગ્નના તમામ રિતિ રિવાજ પૂરા કરવા માટે 22 જાન્યુઆરીથી બંને ફેમેલી અને મહેમાન અલીબાગ પહોંચી ગયા હતા.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link