Vastu Tips: પુરૂષો ભૂલમાં પણ પોતાની પાકીટમાં ન રાખે આ 5 વસ્તુ, બાકી આવી શકે છે આર્થિક તંગી
કેટલાક લોકો પર્સમાં નોટોને વાળીને રાખે છે. આમ ન કરવું જોઈએ. પર્સમાં નોટો હંમેશા વ્યવસ્થિત રાખવી જોઈએ.
પર્સમાં ક્યારે ઉધાર લીધેલા પૈસા ન રાખવા જોઈએ. ઉદાર લીધેલા પૈસા વ્યક્તિએ પરત આપવાના હોય છે. તેવામાં જો તમે ઉધાર લીધેલા પૈસા પર્સમાં રાખો છો તો તેનાથી ઉધાર લીધેલી રકમ વધી જાય છે.
વાસ્તુ શાસ્ત્ર અનુસાર પર્સમાં ક્યારે કોઈ મૃત પરિવારજનોની તસવીર ન રાખવી જોઈએ. તેનાથી નેગેટિવ ઉર્જાનો પ્રવાહ વધે છે, જેનાથી તમારે ધન સંબંધી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. તેનાથી તમારા જીવનમાં વિઘ્નો આવી શકે છે.
પર્સમાં ચાવી રાખવાથી આર્થિક તંગીનો સામનો કરવો પડે છે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે પર્સમાં ક્યારેય ચાવી ન રાખવી જોઈએ.
છોકરાઓએ પોતાના પર્સમાં તીક્ષ્ણ વસ્તુ રાખવાથી બચવું જોઈએ. ધારદાર વસ્તુ દુર્ભાગ્યને આમંત્રણ આપે છે.
વ્યક્તિએ પોતાના પર્સમાં કોઈ પ્રકારના બિલ ન રાખવા જોઈએ. વાસ્તુ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે બિલ રાખવાથી નકારાત્મકતા વધે છે. આમ કરવાથી માં લક્ષ્મી નારાજ થાય છે અને વ્યક્તિ પાસે પૈસા ટકતા નથી.