Amazing Facts : માથુ કપાયા બાદ પણ 9 દિવસ જીવે આ જીવ, દર 15 મિનિટે પાદે છે
બહુ ઓછા લોકો આ જાણતા હશે કે કોકરોચ (Amazing Facts about Cockroach) ને હિન્દીમાં તિલચટ્ટા કહેવાય છે. કોકરોચનું માથુ કપાયા બાદ પણ તે લગભગ 9 દિવસો સુધી જીવિત (Cockroach Death) રહી શકે છે. જો તેનુ માથુ કાપી લેવામાં આવે તો તે 9 દિવસ જીવી શકે છે અને તેના પગ સતત હલતા રહે છે. આ વાત પર તમને આશ્ચર્ય થશે કે આખરે માથા વગર તે શ્વાસ કેવી રીતે લેતુ હશે. પણ આ કોઈ ચમત્કાર નથી. કારણ કે, તેના શરીરની રચનાની એક ખાસિયત હોય છે. હકીકતમાં કોકરોચ પોતાના નાકથી શ્વાસ નથી લઈ શકતુ. પરંતુ તેના શહેરમાં નાના નાના અનેક છીદ્ર હોય છે. આ છીદ્રમાંથી તે શ્વાસ લે છે. તેથી માથુ કપાયા બાદ પણ તે જીવિત રહે છે.
તમને એવો સવાલ થશે કે જો તેને શ્વાસ લેવાની જરૂર પડતી નથી, તો તે મરી કેમ જાય છે. હકીકત એ છે કે, માથુ કપાયા બાદ કોકરોચ 9 દિવસ એટલા માટે જીવિત રહે છે કે, તે ખાવા-પીવાનું કામ તો પોતાના માથાથી જ કરે છે. કોકરોચ પોતાના શરીરમાં મોટી માત્રામાં પ્રોટીન એકઠુ કરીને રાખે છે. જેથી જ્યારે તેનુ માથુ કપાઈ જાય છે તો તે 9 દિવસ સુધી તેના સહારે જીવિત રહી શકે છે. પરંતુ બાદમાં તે ભૂખ અને તરસને કારણે મરી જાય છે.
આ વાત તો સાવ અલગ છે કે, કોકરોચ સૌથી વધુ પાદનાર જીવમાંથી એક છે. તે દર 15-15 મિનિટની અંદર પાદ્યા કરે છે. અંદાજે 12 થી 30 કરોડ વર્ષ પહેલા કોકરોચ ધરતી પર આવ્યા હતા. દુનિયાભરમાં કોકરોચની 4600 થી વધુ પ્રજાતિઓ છે. માત્ર 30 પ્રજાતિઓ જ માણસની વચ્ચે નિવાસ કરે છે. ગરોળી, કરોળિયું કોકરોચના જાની દુશ્મન છે.
જો તમારી પાસે કોકરોચ આવે તો તમે ચીડાઈ જતા હશો. પરંતુ આપણા પાડોશી દેશ ચીન તથા થાઈલેન્ડમાં લોકો તેને તળીને ખાય છે. કોકરોચ ઈચ્છે તો પોતાનો શ્વાસ 40 મિનિટ સુધી રોકી શકે છે. આ કારણે કોકરોચ પાણીની અંદર 30 મિનિટ જીવિત રહી શકે છે. કોકરોચનું જીવન એક વર્ષનું હોય છે. તે પ્રતિ સેકન્ડ 5 મીટરની સ્પીડથી દોડી શકે છે.
કોકરોચના 18 પગ હોય છે. જેમ માણસના માથા પર વાળ ઉગે છે, તેમ જ કોકરોચનો એક પગ તૂટી જાય તો તે પરત ઉગી નીકળે છે. સાઉથ અમેરિકામાં વિશ્વનો સૌથી મોટો 6 ઈંચનો કોકરોચ મળી આવ્યો હતો. બાકી તો નોર્મલ કોકરોચ બે ઈંચ જેટલો હોય છે. મજેદાર વાત તો એ છે કે, કોકરોચન દારૂ બહુ જ પસંદ છે.
કોકરોચ બધુ જ ખાઈ શકે છે. તે સાબુ, દીવાલ પરની પરત, પુસ્તક, ચામડું, ગ્રીસ એટલી હદ કે તે તમારા વાળ પણ ખાઈ શકે છે. બાળકોમાં એલર્જિ અને અસ્થમા માટે સૌથી વધુ જવાબદાર કોકરોચ હોય છે. તે 33 અલગ અલગ પ્રકારના બેક્ટેરીયા ફેલાવે છે.