4 દિવસ ભયંકર વરસાદનું એલર્ટ, 15થી વધુ રાજ્યો માટે IMDએ કરી આગાહી, ગુજરાત માટે પણ ડરામણી આગાહી
)
ઉત્તર પશ્ચિમી વાયરાના પગલે કોલ્ડવેવનો પ્રકોપ વધશે. દિવસમાં તડકો નીકળવાથી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. પરંતુ આ વીકેન્ડ પર લોકોને આકરી ઠંડીનો અહેસાસ થશે કારણ કે 29 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી વચ્ચે અનેક રાજ્યોમાં વરસાદ પડવાથી તાપમાન ઘટશે. 2 ફેબ્રુઆરી સુધી દેશભરમાં કેવું રહેશે હવામાન તે અંગે જાણો.
)
હવામાન વિભાગના રિપોર્ટ મુજબ એક પછી એક 2 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ થઈ રહ્યા છે. એક 29 જાન્યુઆરીથી પશ્ચિમી હિમાલય ક્ષેત્રને પ્રભાવિત કરશે. બીજુ એક ફેબ્રુઆરી 2025થી એક્ટિવ થશે. પહેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 29 જાન્યુઆરીના રોજ હિમાલયના ઉપરી ભાગમાં સક્રિય થશે. ત્યારબાદ તરત એક ફેબ્રુઆરીના રોજ બીજુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ અસર દેખાડશે. બંનેની અસરથી પહાડી વિસ્તારોમાં બરફવર્ષા થવાની શક્યતા છે.
)
જાન્યુઆરીના છેલ્લા દિવસોમાં દિલ્હી એનસીઆરમાં પણ વરસાદ પડી શકે છે. 30 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી વચ્ચે પંજાબ, હરિયાણા અને પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં વરસાદની શક્યતા છે. તમિલનાડુ, પુડુચેરી, કેરળ, આંધ્ર પ્રદેશ, કર્ણાટકમાં પણ આવનારા દિવસોમાં ભારે વરસાદની શક્યતા છે. જમ્મુ અને કાશ્મીર તથા હિમાચલ પ્રદેશમાં 29 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી સુધી વરસાદ પડવાના એંધાણ છે. બરફવર્ષા પણ થઈ શકે છે.
હવામાન વિભાગના રિપોર્ટ મુજબ હિમાલય પ્રદેશ, પંજાબ, હરિયાણા, રાજસ્થાનના અલગ અલગ ભાગોમાં 2 ફેબ્રુઆરી સુધી કોલ્ડવેવનો પ્રકોપ રહી શકે છે. ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, ચંડીગઢ, દિલ્હી, ઓડિશા, બિહાર અને ગંગીય પશ્ચિમ બંગાળ, અસમ અને મેઘાલયમાં 31 જાન્યુઆરી સુધી સવાર સાંજ ગાઢ ધુમ્મસ છવાઈ શકે છે.
રાજ્ય હવામાન વિભાગના જણાવ્યાં મુજબ આગામી પાંચ દિવસ તાપમાનમાં વધુ ફેરફાર થવાની સંભાવના નહીવત છે. હાલ ઉત્તર પૂર્વથી પૂર્વ તરફ પવનની દિશા છે. અમદાવાદમાં પાછલા 24 કલાકમાં તાપમાન ગગડ્યું. અમદાવાદમાં પાછલા 24 કલાકમાં 1.5 ડિગ્રીનો ઘટાડો. સોમવારે હવામાન વિભાગે જણાવ્યું કે અમદાવાદનું લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી રહ્યું. ગાંધીનગરમાં 14.1 ડિગ્રી તાપમાન રહ્યું. નલિયાના તાપમાનમાં વધારો થઈ 9.8 ડિગ્રી તાપમાન રહ્યું.
બીજી બાજુ આગાહીકાર અંબાલાલ પટેલે ચોંકાવનારી આગાહી કરતા કહ્યું કે 28 જાન્યુઆરીથી રાજ્યમાં વાતાવરણમાં આવશે પલટો. 30-31 જાન્યુઆરીથી રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી. ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષા થવાની શક્યતા જેની અસર ગુજરાતમાં થવાની શક્યતા છે. ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી. અમદાવાદ સહીત મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા છે. ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત સહીતના જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે.