ગુજરાત કી હવા મેં વેપાર હૈ...સરળ ભાષામાં સમજો શૂન્યથી માંડીને ખર્વ સુધીનું ગણિત
સામાન્ય રીતે અબજ બાદ ખર્વ આવે છે.એટલે એક ખર્વ એટલે 10 અબજ રૂપિયા એટલે કે હજાર કરોડ રૂપિયા થાય છે.1 ખર્વ લખવા માટે 1ની પાછળ 10 શૂન્ય લાગે છે.
ખર્વથી આગળ વધો તો તમારો સામનો થાય નિખર્વ સાથે. એક નિખર્વ બરાબર 10 ખર્વ એટલે કે 100 અબજ થાય છે.અને 1 નિખર્વ લખવા માટે 1ની પાછળ 11 શૂન્ય લગાવવા પડે છે.
મોટા ભાગે આ રકમનો રોજીંદા વ્યવહારમાં ખુબ જ ઓછો ઉપયોગ થાય છે.પરંતુ તેનો અર્થ જોઈએ તો એક મહાપદ્મ બરાબર 100 ખર્વ એટલે હજાર અબજ થાય.તેવી જ રીતે એક શંકુ બરાબર હજાર ખર્વ થાય. શંકુ માટે નીલ શબ્દનો પણ ઉપયોગ થાય છે. એક જલધિ બરાબર દસ હજાર ખર્વ, એક અંત્ય બરાબર એક લાખ ખર્વ, મધ્ય બરાબર સો જલધિ અને પરાર્ધ બરાબર સો અંત્ય થાય છે.
મિલિયન એ અંગ્રેજી ભાષાનો શભ્દ છે.જે સૌથી વધુ વિદેશોમાં ઉપયોગમાં લેવાય છે.જો કે આજના હાઈટેક યુગમાં ભારતમાં પણ તેનો ચલણ વધ્યું છે. એક મિલિયન એટલે 10 લાખ રૂપિયા થાય છે.આકંડામાં કહીએ તો 1ની પાછળ 6 શૂન્ય લખવામાં આવે ત્યારે એક મિલિયન થાય છે.મિલિય શબ્દ સોર્ટ ફોર્મ માટે વપરાય છે.જેમાં કોઈ પણ સોશિયલ મીડિયામા કોઈને 1,00,000 લાઈક કે વિવ મળે તો 100k લખવામાં આવે છે.જેમાં 100kનો અર્થ થાય છે 1 લાખ. એટલે આપણે જેને 10 લાખ કહીએ છીએ તેને અંગ્રેજી ભાષામાં 1 મિલિયન કહેવામાં આવે છે.
આ પણ મિલિયનની જેમ અંગ્રજી ભાષામાં વપરાતો શબ્દ છે. 1 બિલિયન (Billion) બરાબર 100 મિલિયન થાય છે.જેને 1B=100M આવી રીતે લખવામાં આવે છે.પરંતુ સરળ ભાષામાં કહીએ તો એક મિલિયન બરાબાર 100 કરોડ એટલે કે 1 અરબ કહવાય છે.પરંતુ વર્તમાન યુગમાં બિલિયન વધુ વપરાતો શબ્દ છે. બિલિયન લખવા માટે 1ની પાછળ 9 શૂન્ય લગાવવા પડે છે.
દેશના GDPની વાત આવે ત્યારે ટ્રિલિયન શબ્દનો વધુ ઉપયોગ થાય છે.આ આંકડાની દ્રષ્ટીએ ખુબ જ મોટો નંબર માનવામાં આવે છે.જે રોજીંદા વ્યવહારમાં ખુબ જ ઓછો સાંભળવા મળતો હોય છે.1 ટ્રિલિયન બરાબર 1 હજાર બિલિયન થાય છે.જેને રૂપિયાની ભાષામાં કહીએ તો 1 ટ્રિલિયન એટલે 1 લાખ કરોડ થાય છે.જો સામાન્ય લોકોને ટ્રિલિય લખવાનું કહીએ તો કેટલા શૂન્ય લાગે તેની પણ જાણ નહીં હોય.જો તમારે એક ટ્રિલિયન લખવું હોય તો 1ની પાછળ 12 ઝીરો લગાવવા પડશે.
લાખ હોય કે કરોડ, મિલિયન હોય કે ટ્રિલિયન પણ શૂન્ય વગર કંઈ જ શક્ય નથી.જો શૂન્ય હોય તો જ આ બધા આંકડા બની શકે છે.ઝીરો એટલે ભલે કશું જ નહીં પણ આંકડાની પાછળ લાગે એટલે તેની કિંમત સમજાય.સૌથી મહત્વના ગણાતા એ શૂન્યની શોધ ભારતમાં જ થઈ હતી.9મી સદીમાં આરબો દ્વારા ' ઝીરો'ની શોધ સમગ્ર વિશ્વમાં પહોચી.શૂન્યની શોધ ભારતિય ગણિતજ્ઞ આર્યભટ્ટે ઈ.સ.પૂર્વે 500માં કરી હતી.ઇ.સ.458ના જૈન ગ્રંથ લોકવિભાગમાં શૂન્યનો ઉલ્લેખ મળે છે.
આંકડાનું સામાન્ય ગણિત 1 મિલિયન = 10 લાખ 10 મિલિયન = 1 કરોડ 1 બિલિયન = 100 કરોડ 10 બિલિયન = 1 હજાર કરોડ 1 ટ્રિલિયન = 100 બિલિયન
હવે તમને કોઈ Million, Billion અને Trillion કે પછી ખર્વ, નિખર્વ, મહાપદ્મ, શંકુ, જલધિ, અંત્ય, મધ્ય અને પરાર્ધ કે તો સમસ્યા નહીં થાય.આમાથી બહુ ઓછી સંખ્યા રોજના વ્યવહારમાં ઉપયોગમાં લેવાતી હોય છે.પરંતુ જ્યારે નેશનલ કે ઈન્ટરનેશન લેવલની વાત આવે તો આ જ શબ્દોમાં આંકડા જોવા મળતા હોય છે.