15 વર્ષ મોટા ડિરેક્ટર સાથે હતા સંબંધો, સેટ પર લોકો કહેતા હતા `ભાભી` : ફાર્મહાઉસ મામલે પણ છે ફેમસ

Tue, 13 Aug 2024-9:00 pm,

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં એવી ઘણી અભિનેત્રીઓ છે, જેમણે પોતાના લાંબા કરિયરમાં ઘણા મોટા સ્ટાર્સ અને ડિરેક્ટર્સ સાથે કામ કર્યું છે. જેઓ સફળ પણ ગઈ છે. અમે અહીં એક એવી હિરોઈન અંગે જણાવી રહ્યાં છે. જેને લફરાં કરવામાં કંઈ બાકી રાખ્યું નથી. અનેક હિરો સાથે તેનું નામ જોડાયેલું છે. જે ફિલ્મમાં કામ કરતી એ હીરો સાથે નામ જોડાતું, આ હિરોઈને રોલ પણ ઘણા બિન્દાસ્ત કર્યા છે. 

અહીં અમે બોલીવુડની ટોચની અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ વિશે વાત કરી રહ્યા છીએ. જેકલીનનો જન્મ 11 ઓગસ્ટ, 1985ના રોજ બહેરીનના મનામામાં થયો હતો. તેમના પિતા શ્રીલંકન અને માતા મલેશિયન હતા. એટલું જ નહીં, જેકલીન 2006ની મિસ શ્રીલંકા યુનિવર્સ પણ રહી ચૂકી છે. તેણે હિન્દી સિનેમામાં તેની કારકિર્દીની શરૂઆત 2009માં આવેલી ફિલ્મ 'અલાદ્દીન'થી કરી હતી, જેમાં તેની સાથે રિતેશ દેશમુખ જોવા મળ્યો હતો. આ ફિલ્મ માટે તેને શ્રેષ્ઠ નવી અભિનેત્રીનો એવોર્ડ પણ મળ્યો હતો.

આ પછી જેકલીન ફર્નાન્ડિઝે ક્યારેય પાછું વળીને જોયું નથી અને બોલિવૂડની ટોચની અભિનેત્રીઓની યાદીમાં પોતાનું સ્થાન બનાવ્યું હતું. જો કે, જ્યારે તેનું નામ તેના કરતા 15 વર્ષ મોટા દિગ્દર્શક સાજિદ ખાન સાથે જોડાવા લાગ્યું, જેની સાથે તેણે 'હાઉસફુલ 1' અને 'હાઉસફુલ 2'માં કામ કર્યું હતું ત્યારે બધાને આશ્ચર્ય થયું હતું. સાજિદે હંમેશા જેકલીનને સપોર્ટ કર્યો અને તેને ઘણી ફિલ્મોમાં કામ કરવાની તક પણ આપી. આ દરમિયાન તેમના અફેરના સમાચાર આવવા લાગ્યા. સેટ પરના લોકો તેને ભાભી પણ કહેવા લાગ્યા હતા.

આ એ જ સમય હતો જ્યારે જેકલીન આરબ દેશ બહેરીનના રહેવાસી પ્રિન્સ હસન બિન રાશિદ અલી ખલીફાને ડેટ કરી રહી હતી. બંનેની મુલાકાત એક કોમન ફ્રેન્ડની પાર્ટીમાં થઈ હતી, પરંતુ જ્યારે જેક્લીને 'હાઉસફુલ' સાઈન કરી ત્યારે તેમના સંબંધોમાં તિરાડ પડી ગઈ, કારણ કે આ સમયે જેકલીન અને સાજિદની નિકટતા વધવા લાગી હતી. જોકે, તેમનો સંબંધ પણ લાંબો સમય ટકી શક્યો નહીં. વાસ્તવમાં, સાજિદ જેકલીનને લઈને ખૂબ જ પોઝિટીવ હતા, જે અભિનેત્રીને પસંદ નહોતું અને 2013માં બંનેનું બ્રેકઅપ થઈ ગયું. કોરોનામાં તે સલમાન ખાન સાથે તે ફાર્મહાઉસમાં ઘણા દિવસો રોકાઈ હતી. જેકલિનના ઠગ સુકેશ સાથે પણ ઘણા ફોટોગ્રાફ વાયરલ થયા છે. 

જો કે, આ પહેલીવાર નથી જ્યારે જેકલીનનું નામ ઈન્ડસ્ટ્રીની કોઈ મોટી હસ્તી સાથે જોડાયું હોય. આ સિવાય તેનું નામ સલમાન ખાન સાથે પણ જોડાયું હતું. બંનેએ 2014માં આવેલી ફિલ્મ 'કિક'માં સાથે કામ કર્યું હતું. આ સિવાય તેનું નામ સિદ્ધાર્થ મલ્હોત્રા અને રણબીર કપૂર સાથે પણ જોડાઈ ચૂક્યું છે. જો કે, આ વાતોમાં કેટલી સત્યતા છે તે તો અભિનેત્રી જ કહી શકે છે, પરંતુ અભિનેત્રી મોટા ઠગ સુકેશ ચંદ્રશેખર સાથેના સંબંધોને કારણે લાંબા સમય સુધી હેડલાઇન્સમાં રહી છે. ટાઈગર શ્રોફ સાથે પણ તેના કિસીંગ સીનો ભારે ચર્ચામાં રહ્યાં છે.   

જો આપણે જેકલીન ફર્નાન્ડીઝના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે તેના કરિયરમાં 'મર્ડર 2', 'હાઉસફુલ 2', 'રેસ 2', 'કિક', 'ફ્લાઈંગ જાટ' અને 'રેસ 3' જેવી ફિલ્મોમાં જોવા મળી છે. આ ઉપરાંત, તે ઘણા મ્યુઝિક આલ્બમ્સમાં પણ જોવા મળી છે, જેમાંથી સૌથી હિટ આલ્બમ તેનું 'Emi-Emi' છે. આ ઉપરાંત તે રિયાલિટી શો 'ઝલક દિખલા જા સીઝન 9'માં પણ જજ તરીકે જોવા મળી છે. આવનારા સમયમાં તે ઘણા પ્રોજેક્ટ્સમાં જોવા મળી શકે છે જે પાઇપલાઇનમાં છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link